ઊંઝાના વિકાસ માટે CM થી લઈ PM સુધી રજૂઆતો કરનાર આ યુવાને નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયુ

ઊંઝાના વિકાસ માટે CM થી લઈ PM સુધી રજૂઆતો કરનાર આ યુવાને નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરતાં જ રાજકારણ ગરમાયુ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા ) : નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાં જ ઊંઝામાં રાજકીય ગરમાવો આવી ગયો છે. જોકે ઉઝા નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારો એ સોશિયલ મીડિયામાં ઘણાં સમય પૂર્વે થી પોતાની દાવેદારી નોંધાવવા નું શરુ કર્યું છે. સોશિયલ મીડિયામાં નગરપાલિકાની ચુંટણીને લઈને હાલ જે દાવેદારી નો ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ જોતા એવું લાગે છે કે કદાચ ઊંઝા નગરપાલિકા ની ચૂંટણી સૌથી વધારે ખર્ચાળ હશે. બીજી બાજુ ઊંઝાના એક કર્મનિષ્ઠ અને ક્રિયાશીલ તેમજ અટલ બિહારી બાજપેઈ ના વિચારો પર ચાલનાર યુવાને નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા ની જાહેરાત કરતાની સાથે જ અનેક રાજકીય હરિફો ના મોતિયા મરી ગયા છે.

ઊંઝા નગરપાલિકા માં અગાઉ જે સત્તાધીશો હતા એ સત્તાધીશો દ્વારા નગરના વિકાસમાં કેટલી ક્રિયાશીલતા દાખવવામાં આવી હતી એ જગજાહેર છે. ત્યારે બીજી બાજુ સત્તામાં ન હોવા છતાં પણ ઊંઝાના આ યુવાને નગરના વિકાસ માટે અને નગરની સમસ્યાઓ માટે મુખ્યમંત્રીથી લઈને પ્રધાનમંત્રી સુધી અસરકારક રજૂઆતો કરી ને તેનું પરિણામ મેળવી બતાવ્યું છે. જોકે સોશિયલ મીડિયામાં પણ આ યુવાન ખૂબ જ સક્રિય છે. પક્ષની રાજનીતિથી ઉપર ઉઠીને માત્રને માત્ર નગરના વિકાસ માટે જ સતત ક્રિયાશીલ રહેનાર યુવાનને નગરજનો દ્વારા પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ નગરના વિકાસની વાતો કરવાને બદલે પોતાનો રાજકીય રોટલો શેકનારાઓ સામે નગરજનોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે.
                                                                                           
ઊંઝાના આ યુવાને નગરની અનેક સમસ્યાઓને લઇને સ્થાનિક તંત્ર થી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી.જેમાં દિહોડ ફાટક પાસેના અંડરબ્રિજમાં અંધારપટ ને લઈ રજૂઆત કરાઇ હતી. તો વળી અંડરબ્રિજના રોડમાં ગાબડા પડતા તેની સામે પણ આ યુવાને અવાજ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં પરંતુ ઊંઝા તેમજ તાલુકાના લોકો માટે બનાવેલી કોટેજ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવા સામે પણ આ યુવાને સરકારમાં રજૂઆત કરી હતી. તો બીજી બાજુ ઊંઝાની સિટી સરવે કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો જેની સામે આ યુવાને અવાજ ઉઠાવ્યો હતો અને અધિકારીઓની સાન ઠેકાણે લાવી હતી. તો બીજી બાજુ નગરપાલિકા દ્વારા ૧૦ ટકા મિલકત વેરા વધારવા સામે પણ આ યુવાને અવાજ ઉઠાવ્યો હતો. એટલું જ નહીં માસ્ક ના નામે હજાર રૂપિયા ઉઘરાવતી પોલીસની ખોટી હેરાનગતિ સામે પણ આ યુવાને ઉગ્ર રજૂઆતો કરી હતી. જે કામ આજદિન સુધી સત્તાધીશો નથી કરી શક્યા એવા કામો પૂર્ણ કરવા માટે આ યુવાને સ્થાનિક તંત્ર થી લઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો હતો જેથી નગરજનોની દુવિધાઓ સુવિધાઓમાં પરિવર્તિત બની હતી. ત્યારે આવા સક્રિય યુવાનની નગરપાલિકાની ચૂંટણીમાં ઝંપલાવવા ની જાહેરાત થી અનેક રાજકીય વિરોધીઓ ના મોતીયા મરી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.