ખળભળાટ : આરોગ્યમંત્રી નીતિન પટેલના હોમ ટાઉનમાં જ રેમ ડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી : 5400 ના ઇન્જેક્શન 15 હજારમાં કોણ વેચી રહ્યું હતું ? જાણીને લાગશે આંચકો

ખળભળાટ : આરોગ્યમંત્રી નીતિન પટેલના હોમ ટાઉનમાં જ રેમ ડેસીવર ઇન્જેક્શનની કાળા બજારી : 5400 ના ઇન્જેક્શન 15 હજારમાં કોણ વેચી રહ્યું હતું ? જાણીને લાગશે આંચકો

કડી ની રીધમ હોસ્પિટલ નો મામલો

હોસ્પિટલ ની નર્સ ગુડ્ડી રાજપૂત રેમ ડેસીવર ઇન્જેક્શન નો વેપાર કરતી હતી. ઇન્જેક્શન ના ગેર કાયદેસર વેપાર મામલે નોંધાઈ ફરીયાદ

ઇકસપાયરી ડેટ ઇન્જેક્શન ઝડપાયા છે. 5400 નું ઇન્જેક્શન 15,000 માં વેચતી હતી.

આ નર્સ કેટલા સમયથી આ કાળો કારોબાર ચલાવતી હતી ? જેની પાછળ કોણ કોણ મોટા માથાંઓ હાથ હોઈ શકે છે ? એને લઈને અનેક તર્ક-વિતર્ક

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  હાલમાં કોરોના કેસોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તો બીજી બાજુ જીવન રક્ષક ગણાતા રેમ ડેસીવર ઇન્જેકશનની ભારે અછત સર્જાઇ રહી છે. જેને લઇને કેટલાક ઠેકાણે આ જીવન રક્ષક ઇન્જેક્શનો ની કાળાબજારી થઇ રહી હોવાના પણ કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે. ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમટાઉન માં જ ઇન્જેક્શન કાળા બજારી નો કિસ્સો બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કડી ની રીધમ હોસ્પિટલ માં ફરજ બજાવતી ગુડ્ડી રાજપુત નામની એક નર્સ દ્વારા ગેરકાયદે ઈન્જેક્શનની કાળા બજારી કરાઇ રહી હોવાની ઘટના બહાર આવી છે.જોકે આ નર્સ દ્વારા એક્સપાયરી ડેટ ના ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ નર્સ 5400 રૂપિયા નું ઇન્જેક્શન 15,000 (પંદર હજાર) રૂપિયામાં વેચી ને કાળા બજારી કરતી હોવાનું બહાર આવ્યું છે. જેને લઈને કડી પોલીસ સ્ટેશનમાં ગુડ્ડી રાજપુત વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઇ છે.