મહેસાણા : 'મારું ગામ, કોરોના મુક્ત ગામ' અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય દ્વારા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો

મહેસાણા : 'મારું ગામ, કોરોના મુક્ત ગામ' અંતર્ગત સાંસદ અને ધારાસભ્ય દ્વારા કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો

વિસનગર તાલુકાના ભાન્ડુ એન્જિનિયરિંગ કોલેજ ખાતેના કોવિડ કેર સેન્ટરથી દર્દીઓને નવજીવન મળી રહ્યા છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :   'મારૂ ગામ, કોરોના મુક્ત ગામ' અભિયાનની મહેસાણા જિલ્લાએ આગેવાનીન લીધી છે. જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવી રહ્યા છે. ગામમાં કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે સરકાર દ્વારા શરૂ કરેલ મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાનને જિલ્લામાં નાગરિકો,દાતાઓ અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા આવકાર મળી રહ્યો છે.

 મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાન્ડુ ગામે એલ.સી.આઇ.ટી,પાટીદાર વિકાસ મંડળ અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. આજે મહેસાણા જિલ્લાના સાંસદ શરદાબેન પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે ભાંડુ એલ સી આઈ ટી વિધ્યા સંકુલના સંચાલક અને ટ્રસ્ટી રાકેશભાઈ પટેલના અને સાથી દાતાઓના સહયોગથી ખુલ્લુ મૂકી સેવા પરમો ધર્મના મંત્ર સાથે ગામના યુવકો દ્વારા શરૂ કરેલે કોવિડ કેર સેન્ટર અન્યો માટે પ્રેરણારૂપ બન્યા છે.

આ કોવિડ કેર સેન્ટરમાં હાલ 35 દર્દીઓ 8 મિનિ ઓક્સિજન કંસન્ટ્રેટર દાતાઓની ઉદાર સખાવતથી ઉપલબ્ધ કરાયા છે. દાખલ કોરોના ગ્રસ્તો માટે  આઇસોલેશન રૂમ, જમવાની અને પીવાના પાણીની વ્યવસ્થા, મેડીકલ સ્ટાફ દ્વારા રૂટીન ચેકએપ, હાઉસકીપીંગની વ્યવસ્થા, બાયોમેડીકલ વેસ્ટની વ્યવસ્થા સહિત દરેક રૂમમાં નાશ લેવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ કેર ના સંચાલકોએ અને દાતાઓએ ૧૦૦ બેડ ની વ્યવસ્થા જરૂર પડ્યે કરી આપવાની તત્પરતા સ્થાનીય તાલુકા વિકાસ અધિકારી મનુભાઈ પટેલ સમક્ષ વ્યક્ત કરી હતી. 

કોવિડના દર્દીઓની દરરોજ મેડીકલ ઓફિસરથી કે જરૂર પડ્યે અન્ય સ્પેસિયાલિસ્ટ ડોક્ટર દ્વારા દર્દીની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત આ સેન્ટરમાં નર્સની ફરજીયાત હાજરી તેમજ આરોગ્ય શાખાના કર્મયોગીઓ દ્વારા થર્મલ ગનથી તાપમાન,પ્લસ ઓક્સોમીટરથી ઓક્સિજન સ્તર સહિતની જનરલ આરોગ્ય તપાસણી કરવામાં આવે છે. વધુમાં જો કોવિડ કેર સેન્ટરમાં દર્દીની હાલત નાજુક થાય તો અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં માટે એમ્બ્યુલન્સ વાનની ખાસ સગવડ આપવામાં આવી છે.