લોકડાઉન મુદ્દે Dy. CM નીતિન પટેલના આ નિવેદનને લઈ સરકાર સામે જ ઉઠ્યા છે ગંભીર સવાલ :.....તો રાત્રી કરફ્યુનો શો અર્થ ?

લોકડાઉન મુદ્દે Dy. CM નીતિન પટેલના આ નિવેદનને લઈ સરકાર સામે જ ઉઠ્યા છે ગંભીર સવાલ :.....તો રાત્રી કરફ્યુનો શો અર્થ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા :  હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો છે. લોકો આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા પણ જરૂરી માસ્ક અને social distancing તેમજ સેનેટાઈઝરના ઉપયોગ જેવી બાબતોને લઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. લોકો દ્વારા પણ પૂરતી સતર્કતા ન રખાતી હોવાના પણ અનેક કિસ્સાઓ જોવા મળે છે. તો બીજી બાજુ મોટા શહેરોમાં કોરોના ને કારણે મૃત્યુદરમાં વધારો થયો છે, ત્યારે lockdown ની સતત માંગણી કરવામાં આવી રહી છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં સ્વયંભૂ lockdown કરવામાં આવ્યું છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક એવું નિવેદન આપ્યું હતું કે lockdown કોરોનાની ચેન તોડવાનો ઉપાય નથી. જોકે નાયબ મુખ્યમંત્રીએ ભલે આમ કહ્યુ હોય, પરંતુ બીજી હકીકત એવી છે કે નાયબ મુખ્યમંત્રી ના hometown મહેસાણામાં જ જિલ્લા તેમજ તાલુકા ના અનેક વિસ્તારોમાં સ્વયંભૂ lockdown કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી એમ કહે છે કે lockdown કોરોના ચેન તોડવાનો ઉપાય નથી. ત્યારે બીજો સવાલ ખડો થયો છે કે જો lockdown થી કોરોના ચેન તોડી ન શકાતી હોય તો પછી સમગ્ર રાજ્યમાં ૪૦ જેટલા તાલુકા અને જિલ્લાઓમાં જે રાત્રી કોરોના કરફ્યુ લાદવામાં આવ્યો છે તેનો શો અર્થ ? આ હકીકત એ છે કે હાલમાં સમગ્ર રાજ્યના પ્રબુદ્ધ લોકો lockdown માટે સૂચવી રહ્યા છે. ત્યારે સરકાર પોતાના રાજકીય સ્વાર્થ ખાતર અને પોતાની નિષ્ફળતાઓ છતી ન થાય તે માટે lockdown ન કરી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.