આરોગ્યમંત્રીના હોમટાઉનમાં જ દર્દીઓ લૂંટાયા : 50 હજાર ડિપોઝીટ મૂકાવનાર હોસ્પિટલ હવે ઓક્સિજન ખૂટયો એમ કહી અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા દબાણ કરાતાં હોબાળો, જુઓ વિડીયો

આરોગ્યમંત્રીના હોમટાઉનમાં જ દર્દીઓ લૂંટાયા : 50 હજાર ડિપોઝીટ મૂકાવનાર હોસ્પિટલ હવે ઓક્સિજન ખૂટયો એમ કહી અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા દબાણ કરાતાં હોબાળો, જુઓ વિડીયો

 મહેસાણા શંકુઝ મેડિસિટી હોસ્પિટલ (SMC) માં હોબાળો..

 હોસ્પિટલ દ્વારા ઓક્સિજન નહિ હોવાનું બહાનું કાઢી દર્દીઓને રજા આપી રહ્યા છે.
  
દર્દીના સબંધીઓએ હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો..

 દર્દીઓ ઉપર જોખમાઈ રહ્યો છે જાનનો ખતરો....

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમટાઉન મહેસાણામાં કોરોના નો ઈલાજ કરતી હોસ્પિટલ દ્વારા સારવાર માટે હાથ ઊંચા કરી દીધા હોવાની ઘટના સામે આવી છે જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વીડિયોમાં થઈ રહેલી વાતચીત મુજબ લોકો પાસે 50000 રૂપિયા સારવાર માટે ડિપોઝીટ તરીકે મુકાવેલા છે એટલું જ નહીં લોકોએ પોતાના ઘરેણાં વેચીને ડિપોઝિટ જમા કરાવી હોવાની વાતો પણ વીડિયોમાં સાંભળવા મળી રહી છે ત્યારે સરકાર દ્વારા જે કોરોના ની સારવાર ના દાવાઓ કરવામાં આવી રહ્યા છે એ આ વિડીયો જોતા પોકળ સાબિત થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહેસાણાની 70 બેડની  SMC હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલ પ્રશાસનના અનેક પ્રયાસો થતાં ઓક્સિજનના જથ્થાનું સેટિંગ થયું ન હતું. જે બાદ હોસ્પિટલ દ્વારા દર્દીઓને ઓક્સિજનના અભાવે અન્ય હોસ્પિટલમાં જવા માટે જણાવી દેવામાં આવ્યું હતું.

જો કે SMC હોસ્પિટલ દ્વારા દોષનો ટોપલો સરકાર પર ઢોળવામાં આવ્યો છે. હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકાર તરફથી ઓક્સિજન પુરવઠો સમયસર મળ્યો નથી. જરૂરિયાત કરતા ઓછો ઓક્સિજ મળ્યાનો હોસ્પિટલે દાવો કર્યો હતો. SMC હોસ્પિટલમાં પ્રતિદિન 400 બોટલ ઓક્સિજનની જરૂરિયાત છે. જેની સામે આજે માત્ર 15 બોટલો જ મળી છે. જેને લઇ દર્દીઓને ડિસ્ચાર્જ કરવાની વાત કરતાં દર્દીઓના સંબંધીઓ અને હોટલના સત્તાધીશો વચ્ચે બબાલ થઈ હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

વિડીયો જોવા નીચેની લિંક ક્લિક કરો....