માણાવદર સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ તથા ધર્મસભાનો લાભ લેતા હરિભકતો

માણાવદર સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ તથા ધર્મસભાનો લાભ લેતા હરિભકતો

Mnf network: સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચ તીર્થોમાં માણાવદરના સ્વામિનારાયણ મંદિરને પણ સ્થાન મળ્યું છે અને તે શ્રીજીની પ્રસાદીના ધામ તરીકે તીર્થસ્થાનોમાં ગણાય છે. જેના અનુસંધાને  મહા શાકોત્સવ અને વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે યોજાયેલી ધર્મસભામાં વડતાલ, જૂનાગઢ, જેતપુર, કાલવાણી, રાજકોટ, લોએજ, ગોંડલ, સરધાર, માંગરોળ, પંચાળા, ઝાલણસર અને કાંગસિયાળા વગેરે ધામના સંતો પધાર્યા હતા અને નિત્ય સ્વરૂપદાસજી સ્વામી (સરધાર)ના શિષ્ય પ.પૂ. નિર્લેપ સ્વરૂપદાસ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની યશોગાથા વર્ણવી હતી. આ ધર્મસભાનો લાભ લેવા હજારો હરિભકતો ઉમટી પડયા હતા.