ગાંધીનગરમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડને લઈ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો ઉત્સાહ

ગાંધીનગરમાં યોજાયેલ ફિલ્મફેર એવોર્ડને લઈ હર્ષ સંઘવીએ વ્યક્ત કર્યો ઉત્સાહ

Mnf network :  ગાંધીનગરમાં બોલિવૂડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે રવિવારની સાંજે ફિલ્મફેર એવોર્ડ 2024નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બોલિવૂડ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓએ હાજરી આપી હતી. ત્યારે આ ખાસ આયોજનમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન તેમણે નિવેદન આપતા જણાવ્યું કે સૌથી મોટો ફિલ્મફેર ગિફ્ટ સિટીમાં યોજાયો. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ ભાગ લીધો. વધુમાં તેમણે ફિલ્મ શૂટિંગ માટે મોટું ડેસ્ટિનેશન બનાવવાની પણ વાત કરી