સિદ્ધપુર : એસ. ટી. ડેપો ના ડ્રાઈવર - કંડક્ટરે માનવતા મહેકાવી , જાણી ને કરશો પ્રસંશા

સિદ્ધપુર : એસ. ટી. ડેપો ના ડ્રાઈવર - કંડક્ટરે માનવતા મહેકાવી , જાણી ને કરશો પ્રસંશા

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( પરેશભાઈ મોઢ દ્વારા ) : સિદ્ધપુર એસટી ડેપો ના ડ્રાઇવર કંડક્ટરે માનવતા મહેકાવી હોવાનો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે જેમાં તેમણે પોતાની એસટીમાં બેગ ભૂલી ગયેલ મુસાફરને શોધીને બેગ પરત કરી પ્રામાણિકતા ની શ્વાસ ફેલાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધપુર ડેપો ના ડ્રાઇવર હસમુખભાઈ છત્રાલિયા અને કન્ડકટર ઝહુરભાઈ મન્સૂરી અમદાવાદ થી પાલનપુર તરફ બસ લઈને આવી રહ્યા હતા ત્યારે તેમની બસમાં એક રાજસ્થાનના વતની એવા મુસાફર મુસાફરી કરી રહ્યા હતા. આ મુસાફર પોતાનું સ્ટેશન આવતા એકાએક પોતાની સાથે રહેલી બેગ ભૂલીને ઉતરી ગયા હતા.

મુસાફર પોતાની બેગ ભૂલી ગયા હતા એ વાત ડ્રાઇવર કંડક્ટરના ધ્યાને આવતા તેમની બેગની પોતાની પાસે લઈ લીધું હતું અને આ બેગ ના માલિક સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે અંતે આ બેગ ના માલિક મળી ગયા હતા.

અત્રે નોંધનીય છે કે, બેગ ની અંદર કિંમતી oppo નો  કિંમતી મોબાઈલ ફોન તેમજ સેમસંગ મોબાઈલ અને સાત હઝાર રૂપિયા રોકડા હતા. આ કીમતી બેગ ટી.આઇ. મણિલાલ પરમાર અને ટી.સી. વિનુભાઈ ની હાજરી માં સદર મુસાફર ને પરત કરેલ કર્યું હતું. આમ ડ્રાઇવર અને કન્ડકટર એ પ્રમાણિકતા પૂર્વક પોતાની ફરજ અદા કરીને સિદ્ધપુર ડેપો નું ગૌરવ વધાર્યું હતું જેને લઈને ડેપો મેનેજર શ્રી ચેતનભાઈ ચૌધરી એ અભિનંદન પાઠવ્યા હતા.