સુરત : કોરોના ગાઈડ લાઇનના નિયમો સાથે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો

સુરત : કોરોના ગાઈડ લાઇનના નિયમો સાથે હોલિકા દહન કાર્યક્રમ યોજાયો

રાજ્યમાં ઠેર-ઠેર હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો.

લોકોએ માસ્ક પહેરીને સોશિયલ distance જાળવીને હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો.

ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ પૂર્વક હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોએ કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરીને હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો.

આ વખતે રાજ્ય સરકાર દ્વારા હોળી અને ધુળેટી ની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે મર્યાદિત લોકો જ હોળી પ્રગટાવી શકે એવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. ત્યારે લોકોએ માસ્ક પહેરીને કોરોના ની ગાઇડ લાઇનનો ભંગ ન થાય તે રીતે હોલિકા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો. જોકે સુરતમાં ઠેર-ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો એ સંપૂર્ણ  ગાઇડ લાઇનનું પાલન કરીને હોલિકા દહન કર્યું હતું.

વિડીયો જોવા નીચેની લિંક ક્લિક કરો.