CM રૂપાણી સ્ટેજ પર ચાલુ ભાષણ દરમ્યાન એકાએક કેમ ઢળી પડ્યા ? જાણો- શુ હતું કારણ ?

CM રૂપાણી સ્ટેજ પર ચાલુ ભાષણ દરમ્યાન એકાએક કેમ ઢળી પડ્યા ? જાણો- શુ હતું કારણ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ પ્રચાર જંગમાં ઉતરેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરામાં એક સભા સંબોધી હતી. આ સંબોધન દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી નું બીપી લો થઈ જતાં તેઓ સ્ટેજ પર ઢળી પડ્યા હતા.તાત્કાલિક સારવાર આપતા તેઓ સ્વસ્થ થયા હતા અને સભા ટૂંકાવી ત્યાંથી રવાના થયા હતા.

રૂપાણીએ લવ જેહાદ વિરુદ્ધ કાયદા અંગે કહ્યું કે, વિધાનસભાના આગામી સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદના નામે જે પ્રવૃત્તિ ચાલે છે તે ચલાવવાના ના નથી. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં પણ આ કાયદાની ચર્ચાઓ ઉઠી રહી છે.