બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહેસાણા દ્વારા બહેનો માટે આત્મ નિર્ભર તાલીમ કાર્યક્રમ યોજાયો

બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહેસાણા દ્વારા બહેનો માટે આત્મ નિર્ભર તાલીમ કાર્યક્રમ યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા :  ઊંઝા શહેરના જીમખાના મેદાન રોડ ખાતે બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા મહેસાણા દ્વારા બહેનો આત્મ નિર્ભર બને તે માટે તાલીમનું આયોજન કરાયું હતું. ઊંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ તેમજ મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે તેમના વિચારો મહિલાઓ સમક્ષ રજુ કર્યા હતા.

                                                                                                 આ કાર્યક્રમમાં 35 બહેનોએ 13 દિવસ સુધી ભાગ લીધો હતો.જેમાં મહેસાણા સંસદ શારદાબેન પટેલ, ઊંઝાના ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલ હાજર રહ્યા તેમજ નિરંજનભાઇ તલાટીએ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું અને પ્રેરણાસ્ત્રોત દીપિકાબેન, વીણાબેન જાવૈયા, હસુમતીબેન પટેલ અને દમયંતીબેન હાજર રહયા.