સુરત : કમિશ્નર શાલિની અગ્રવાલે કર્યું એવું કામ કે આચાર સંહિતામાં પણ શહેરના વિકાસ કર્યો ધમધમશે

સુરત : કમિશ્નર શાલિની અગ્રવાલે કર્યું એવું કામ કે આચાર સંહિતામાં પણ શહેરના વિકાસ કર્યો ધમધમશે

મનપા કમિશનરે આચારસંહિતાની જાહેરાત પહેલા 200 થી વધુ ફાઇલો મંજૂર કરી.

 માત્ર ત્રણ દિવસમાં 761 3 . કરોડના અંદાજો મંજૂરી માટે શાસકોને મોકલ્યા.

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કમિશનર શાલીની અગ્રવાલે જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારથી તંત્રને તેમણે એક્શન મોડમાં લાવી દીધું છે. ચાર્જ સંભાળ્યા ના માત્ર થોડાક જ દિવસોમાં તેમણે વિકાસના કાર્યોને વેગ આપ્યો છે.રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે . ચૂંટણી પંચ કોઇ પણ સમયે ચૂંટણીની જાહેરાત કરી દે તો આચારસંહિતા લાગુ થઇ જાય અને મનપાના કામો અટવાઇ નજાય તે માટે કમિશનર શાલીની અગ્રવાલ કટિબદ્ધ બન્યા છે.

 આચાર સંહિતા દરમિયાન કામો અટકી ના પડે તે માટે કમિશનરે માત્ર ત્રણ જ દિવસમાં 761 કરોડના 200 થી વધુ કામોના અંદાજો વિવિધ કમિટિમાં મંજૂરી માટે કે  મોકલી દીધા છે જેથી શાસકો વહેલી તકે મંજૂરી આપી દે તો વહીવટીતંત્ર આગળની પ્રક્રિયા હાથ ધરી શકે. કમિશનરે સ્થાયી , ગટર , ઉધાન , પાણી , લાઇટ અને ફાયર , મેયર ફંડ વિગેરે કામોની ફાઈલો વિવિધ સમિતિઓમાં મંજૂરી માટે મોકલી આપી છે . આચારસંહિતા લાગ્યા બાદ કોઈ પણ વિકાસના કામ ૫૨ નિર્ણય લઈ શકાય નહીં , તેથી શાલિની અગ્રવાલે ખુરશી સંભાળતાની સાથે જ વિવિધ ઝોનના અને વિભાગીય વડા સાથે બેઠક કરીને વિકાસના કામોની ફાઈલ ખોટી રીતે અટકાવ્યા વગર ઝડપથી આગળ કરવા સુચના આપી દીધી હતી અને આચારસંહિતામાં પણ મનપાની વિકાસ કામગીરી તેજ ગતિએ ચાલતી રહે તેવું સુંદર આયોજન કર્યુ છે .