વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું 103 વર્ષની જૈફ વયે નિધન

મહંત બળદેવગિરીજી બાપુના નિધનને લઈ PM મોદી અને CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું.રબારી સમાજમાં શોક.

વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું 103 વર્ષની જૈફ વયે નિધન

મહંત બળદેવગિરીજી બાપુના નિધનને લઈ  PM મોદી અને CM રૂપાણીએ દુઃખ વ્યક્ત કર્યું.રબારી સમાજમાં શોક.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  ગુજરાતના રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરીજી બાપુનું 103 વર્ષની ઉંમરે નિધન થયું છે. મહારાજની તબિયત જૈફવયના કારણે નાદુરસ્ત હતી. ગુરૂવારના રોજ તેઓ બ્રહ્મલીન થયા છે. વાળીનાથધામ 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર છે. આ રબારી-ભરવાડ કચ્છી સહિત સમગ્ર માલધારી સમાજની આસ્થાનું કેન્દ્ર છે. ત્યારે આ ગુરૂગાદીના મહંતનું આજરોજ નિધન થયું છે.

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામે આવેલ વાળીનાથ અખાડા ધામને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. ત્યારે આ ગુરૂગાદીના મહંત શ્રી બળદેવગિરિજી સુ૨જગીરીજી મહારાજનું નિધન થયું છે. બળદેવગિરી બાપુની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ હતી. બાપુના અવસાનથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે આવતીકાલે(શુક્રવાર) 3 વાગે અંતિમ યાત્રા અને સાંજે 6 વાગે સમાધી અપાશે.