CM રૂપાણીનું રાજકોટ બન્યું અસામાજિક પ્રવૃતિઓનો અડ્ડો : સ્પામાં દારૂની મહેફિલો જામે છે, યુવાધન બરબાદીના પંથે

CM રૂપાણીનું રાજકોટ બન્યું અસામાજિક પ્રવૃતિઓનો અડ્ડો : સ્પામાં દારૂની મહેફિલો જામે છે, યુવાધન બરબાદીના પંથે

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : મુખ્યમંત્રી વિજય રૂપાણી ના hometown રાજકોટમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ અને અસામાજિક પ્રવૃત્તિઓ નો રાફડો ફાટયો છે. કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા રૂપાણીના રાજકોટમાં જ અસામાજિક પ્રવૃત્તિઓ બિન્દાસપણે ચાલી રહી છે. એટલું જ નહીં પરંતુ રાજકોટનુંં યુવાધન હવે બરબાદીના પંથે હોય એવી ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં સ્પાની આડમાં ચાલતાં ગોરખ ધંધાઓની એક ઘટના સામે આવી છે.

 રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ન્યુ ડે સ્પામાં આજે સાંજના સમયે દારૂની મહેફિલ માણી રહેલ કેટલાંક યુવક-યુવતીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે જેમાં એકબીજા ઉપર કાચ ની બોટલ વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડવા ની ઘટના બની હતી ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઇ કે.એ.વાળાના જણાવ્યા મુજબ, સ્પા ખાતે દારૂ ની મહેફિલ કરી બોલાચાલી થતા અંદરોઅંદર મારામારી કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે અને 3 યુવતી સહિત કુલ 4 લોકો સ્થળ પરથી નશાની હાલતમાં મળી આવતા તેમની સામે પ્રોહીબીસન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેનિય છે કે સ્પામાં કામ કરતી યુવતી દ્વારા દારૂના નશામાં સિવિલ હોસ્પિટલમાં પણ હંગામો મચાવવામાં આવ્યો હતો અને ઇમરાન સહિત અજાણ્યા શખ્સો માર મારી નાસી છૂટ્યાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે ઇમરાન કોણ છે અને ખરેખર તેને મારકુટ કરી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.