Breaking: સુરત ની જૂની બોમ્બ માર્કેટમાં આગ લાગતાં અફરા તફરી મચી

Breaking: સુરત ની જૂની બોમ્બ માર્કેટમાં આગ લાગતાં અફરા તફરી મચી

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતની જૂની બોમ્બ માર્કેટમાં આવેલી નંદીની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. આગની લપેટમાં દુકાનમાં રહેલો સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. જોકે ફાયરની 7થી વધુ ગાડી ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે.

સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. પરંતુ દુકાનમાં રહેલો લાખો રૂપિયાની સાડીનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે. ગ્રાઉન્ડ ફ્લોરથી આગની શરૂઆત થઈ હતી અને અચાનક જ પ્રસરી હતી. આથી તાત્કાલિક ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચતા ગણતરીના કલાકોમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ પર કાબૂ આવી જતા સ્થાનિક વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.