Breaking : સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ : કોઝ વે બંધ કરાયો

Breaking :  સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ : કોઝ વે બંધ કરાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : સુરતમાં આજે વહેલી સવારથી દે ધનાધન વરસાદ શરૂ થયો હતો. જોકે વરસાદ પડવાને કારણે સુરતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ અહેવાલો પ્રાપ્ત થયા હતા. તો વળી રાત્રિના સમયે પણ ભારે પવનના સુસવાટા સાથે ઓછા પ્રમાણમાં વરસાદ વરસ્યો હતો.

જ્યારે વહેલી સવારથી સુરતમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારે આજે સુરતનો કોઝવે બંધ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ મેન્ટેનન્સ કામગીરીને કારણે કોઝવે ને બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. 16માંથી પાંચ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે. જોકે આજે વહેલી સવારથી ખાબકેલા વરસાદને પરિણામે કોઝ વે માં પાણીનું સ્તર પણ ઊંચું જોવા મળ્યું હતું.