મહેસાણા : નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ ધાંધિયા : લોકો સુવિધાઓથી વંચિત

મહેસાણા : નગરપાલિકા પ્રમુખના વોર્ડમાં જ ધાંધિયા :  લોકો સુવિધાઓથી વંચિત

વરસાદ પડતાં સોસાયટી બેટ માં ફેરવાઈ જાય છે

સ્ટ્રીટ લાઈટ નો અભાવ

પાલિકા પ્રમુખ ના વોર્ડ ના લોકો જ પરેશાન

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા મહેસાણા નગરપાલિકામાં વોર્ડ નંબર એક ના નગરસેવક ડો. મિહિર પટેલની મહેસાણા નગરપાલિકાના પ્રમુખ તરીકે પસંદગી કરાઇ છે ત્યારે નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ નગરજનો ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.

પ્રાપ્ત અહેવાલો મુજબ, મહેસાણા વોર્ડ નંબર એકના ગૌરવ ફ્લેટના નાગરિકો વેરો તો ભરે છે પરંતુ નગરપાલિકા દ્વારા તેમને પાયાની સુવિધાઓ જેવી કે સ્ટ્રીટ લાઈટ, પાકા રસ્તા, વરસાદી પાણી નો નિકાલ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નહીં કરી હોવાની રાહ ઉઠી છે ત્યારે નવા વરાયેલા પ્રમુખ આ દિશામાં કેટલી અસરકારક કામગીરી કરશે તે પર સૌની મીટ છે.

મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા જ્યારે મહેસાણા નગરપાલિકાના પ્રમુખ નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ઉડાવ જવાબો આપીને લોકોની સમસ્યા સાંભળવાને બદલે વાત ટાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે નગરજનોને પૂરતી સુવિધાઓ ન મળવાને કારણે ભારે રોષની લાગણી છે.