PM મોદીના વતન વડનગરના કવિ એ ધસરાસભ્યની કોરના કાળની કામગીરીની અલગ અંદાજમાં કરી પ્રશંસા, જાણીને તમે પણ કહેશો ' વાહ '

PM મોદીના વતન વડનગરના કવિ એ ધસરાસભ્યની કોરના કાળની કામગીરીની અલગ અંદાજમાં કરી પ્રશંસા, જાણીને તમે પણ કહેશો ' વાહ '

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  કોરોનાના કપરા કાળમાં પોતાના મતવિસ્તારના લોકોની પડખે રહેવું એ સામાન્ય રીતે એક પ્રજા પ્રતિનિધિ અર્થાત ધારાસભ્ય ની ફરજ છે.જોકે કોરોના  કાળમાં  પ્રજા ના સાચા સેવક કોણ છે એ સ્પષ્ટ થયું છે. કારણકે કેટલાક ધારાસભ્યો લોકોની વચ્ચે જવાને બદલે મોઢું સંતાડી અને ભાગતા ફરતા હતા જ્યારે કેટલાક નીડર અને બાહોશ ધારાસભ્યોએ લોકોની વચ્ચે જઈને તેમની મુશ્કેલીઓ, સમસ્યાઓને ઉકેલવાનો સતત પ્રયત્ન કર્યો છે. આવા જ એક નીડર અને સાચા અર્થમાં પ્રજાના સેવક ગણાતા ઊંઝાના ધારાસભ્ય ડો. આશાબેન પટેલ ની કામગીરી થી પ્રભાવિત થઈને પ્રધાનમંત્રી મોદીના વતન વડનગરના એક કવિએ સુંદર કવિતા નું નિરૂપણ કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરના કવિ નિકુંજ પ્રજાપતિ ઉર્ફે પાનખર દ્વારા ઊંઝા અને વડનગર ના ધારાસભ્ય એવા ડો. આશાબેન પટેલ ની કોરોના કાળની કામગીરીને ભાષાના અલંકારો વડે કવિતાના શબ્દો માં મઢવાનો પ્રયત્ન કર્યો છે. જેમાં કવિએ લખ્યું છે કે,

" કોરોના કેરી જંગ માં આપ હમેશ તૈયાર છો,
દર્દીઓની કરો દરકાર આપ સદાય ખડેપગે છો,
ખૂટે રાત્રે ઓક્સિજન તો ઊંઘ ઉડે આપની,
જન જન ની વ્હારે આપ સાચા જનસેવક છો,
જાગૃતતા અને રસીકરણ માટે દોટ મૂકી આપે,
બાથ ભીડી રોગ સામે આપ એક વિરાંગના છો,
સૌની દુઆ છે કુ.ડૉ. આશાબેન તમારા માટે,
સલામ કરીએ તમને આપ પણ એક કોરોના યોદ્ધા છો. "

- નિકુંજ પ્રજાપતિ,"પાનખર"

અત્રે નોંધનીય છે કે કવિ નિકુંજ પ્રજાપતિ ઉર્ફે " પાનખર " દ્વારા કવિતામાં ધારાસભ્યની કામગીરીનું જે વર્ણન કરવામાં આવ્યું છે એ એમની કામગીરી ને ધ્યાનમાં લઈને વર્ણન કરાયું હોવાનું ખુદ નિકુંજ પ્રજાપતિ એ મોર્નિંગ ન્યુઝ ફોકસ ને જણાવ્યું હતું. જો કે જ્યારથી કોરોનાની કંપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારથી ડો. આશાબેન પટેલ પોતાના વિસ્તારના લોકોની સમસ્યાઓને લઈને સતત જાગૃત રહ્યા છે. અડધી રાતે તેમણે ઓક્સિજનની અછતને પૂર્ણ કરવા માટે પણ પોતાની તમામ તાકાત નો ઉપયોગ કરીને દર્દીઓને મોતના મુખમાંથી બચાવ્યા હોવાનો કિસ્સો પણ અગાઉ મોર્નિંગ ન્યુઝ ફોકસ ની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.

ડો. આશાબેન પટેલ સાચા અર્થમાં પ્રજાના પ્રતિનિધિ સાબિત થયા છે. જોકે કેટલાક વિરોધીઓ અને વિરોધી તત્વો દ્વારા સતત ધારાસભ્યની કામગીરીને ખોટી રીતે ચિતરવાનો પ્રયત્ન આવી રહ્યો છે. પરંતુ આવા વિરોધી કોઈપણ રીતે ફાવતા નથી. કહેવાય છે કે સસ્તી પ્રસિદ્ધિ ભૂખ્યા લોકો પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂંસવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આવા સસ્તી પ્રસિદ્ધિ મેળવનારાઓને જોકે લોકો જ જાકારો આપી દેતા હોય છે. હાલમાં ઊંઝામાં કોરોના ની આ કપરી પરિસ્થિતિમાં પણ લોકોને સંપૂર્ણ ઓક્સિજન સહિતની સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેનાર ધારાસભ્ય ડો.આશાબેન પટેલ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થયાં છે.