વાઇબ્રન્ટ ગુજરાત... અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઈ તંત્રની તડામાર તૈયારી

વાઇબ્રન્ટ ગુજરાત... અમદાવાદમાં પીએમ મોદીના રોડ શોને લઈ તંત્રની તડામાર તૈયારી

Mnf network : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો પ્રારંભ થશે. જેમાં સામેલ થવા પીએમ મોદી ફરી એક વખત અમદાવાદ આવશે.

યુએઈન રાષ્ટ્રપતિ પણ આ સમિટમાં સામેલ થશે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીથી શરૂ થનારી ત્રણ દિવસીય વાઇબ્રન્ટ સમિટ માટે ગુજરાત સરકાર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે.

પીએમ નરેન્દ્ર મોદી યુએઈના રાષ્ટ્રપતિ પ્રિન્સ શેખ મોહમંદ બિન જાયદ અલ નાહયાન સાથે અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધી રોડ શો કરશે. યુએઈના રાષ્ટ્રપતિને આવકારવાની સાથે વડાપ્રધાન મોદી તેમને રોડ શો દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમ લઈ જશે.એક સરકારી અધિકારીનાં જણાવ્યાં અનુસાર આ રોડ શો સાબરમતી આશ્રમ ખાતે પૂર્ણ થશે.