નેશનલ લેવલે PM મોદીનો કોઈ વિકલ્પ નથી:અજિત પવાર

નેશનલ લેવલે PM મોદીનો કોઈ વિકલ્પ નથી:અજિત પવાર

ભીમા કોરેગાંવ યુદ્ધની 206મી વર્ષગાંઠ

મોટી સંખ્યામાં જનમેદની થઇ હતી એકત્રિત

ડે.સીએમ અજિત પવાર પણ આ પ્રસંગે રહ્યા હતા હાજર

Mnf network:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. એક એવું નામ છે જેમના વિશ્વ પણ વખાણ કરતા થાકતુ નથી. અને હવે તો દેશમાં એવુ થઇ રહ્યું છે કે વિપક્ષના કેટલાક નેતા પણ પીએમ મોદીના વખાણ કર્યા વિના રહી શકતા નથી. ત્યારે મહારાષ્ટ્રના ડે.સીએમએ પણ પીએમ મોદીને લઇને મહત્વનું નિવેદન આપ્યું છે.

પીએમ મોદીનો કોઇ વિકલ્પ નહી- અજિત પવાર એ ધુમાં જણાવ્યું કે રાષ્ટ્રીય સ્તરે પીએમ મોદીનો કોઇ વિકલ્પ નથી. તેમના નેતૃત્વમાં આપણા દેશની વિશ્વભરમાં ઓળખ થઈ રહી છે. આ સિવાય તેમણે સામાન્ય લોકો માટે કામ કર્યું અને લોકો માટે વિવિધ યોજનાઓ લાવીને બધાને ન્યાય આપ્યો છે. તેમજ યુવાનોને આગળ લાવી રહ્યા છે.