વિકાસની 'સ્પીરીટ' બદલાશે : ગીફટ સીટી વૈશ્વિક ટેલેન્ટને આકર્ષશે

વિકાસની 'સ્પીરીટ' બદલાશે : ગીફટ સીટી વૈશ્વિક ટેલેન્ટને આકર્ષશે

Mnf network: ગુજરાત સરકારે તેની દારૂબંધીની નીતિમાં એક મોટા ફેરફારમાં અમદાવાદ નજીક વસવાયેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સીયલ ટેક સીટી જે ગીફટ સીટીના નામથી હવે ફાઈનાન્સીયલ સહિતના ક્ષેત્રમાં જાણીતું બન્યું છે તેમ હવે 'દારૂબંધી'નો અમલ નહી થાય.

'વાઈન એન્ડ ડાઈન'નો જે નવો ખ્યાલ અમલમાં આવશે તેના કારણે દેશ અને દુનિયાના નાણાકીય અને ટેક સહિતના ક્ષેત્રની કંપનીઓ તથા તેની ટેલન્ટ હવે ગીફટસીટીમાં તેના વ્યાપાર-ધંધા અને સર્વિસ માટે આવશે તેવા મત વ્યાપક બન્યા છે. ગુજરાત સરકારની આ જાહેરાતને 'ક્રિસમસ ભેટ' તરીકે ગણાવાઈ રહી છે.

હવે સેમીકન્ડકટર ચીપમાં પણ દેશમાં સૌપ્રથમ પ્લાંટ ગુજરાતમાં આવ્યા છે અને ગ્રીન એનર્જીમાં પણ ગુજરાત એ દેશમાં આગળ છે. તેવા સમયે વાઈબ્રન્ટ ગુજરાતની વધુ એક કોન્ફરન્સ પણ આગામી મહિને મળી રહી છે. આ તમામ વચ્ચે હવે ગીફટસીટીમાં ડ્રીમ- ગુજરાતની અસર ન રહે તે નિર્ણય યુવા ટેલન્ટ તથા સ્ટાર્ટઅપને પણ ગીફટ સીટીમાં આકર્ષણ મળશે.

ગીફટ સીટીમાં હાલ 470 જેટલી કંપનીમાં નોંધાયેલી છે અને અહી ગ્લોબલ બેન્કો પણ આવેલ છે. ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેકટર ઓથોરીટી હેઠળ તેનું સંચાલન થાય છે તથા 20000થી વધુ લોકો કામ કરે છે. ખાસ કરીને યુવા જનરેશન ને આકર્ષવા આ શરાબબંધી દુર થવી જરૂરી હતી.

► ગુજરાતનો ગીફટ સીટીને શરાબબંધીના રાજયના કાનૂનમાં શરતી મુકતી માટેની માંગણી ત્રણ વર્ષ પુર્વે ગીફટ સીટીના મેનેજમેન્ટના પ્રતિનિધિઓ દ્વારા રાજયના એકસાઈઝ કમિશ્નર પાસે કરવામાં આવી હતી. ખાસ કરીને સ્પે. ઈકોનોમીક ઝોન તરીકે અહી દારૂબંધીના નિયમો થોડા હળવા કરવાની માંગ હતી જેના કારણે અહી વસતા લોકોની સાંજનું સોશ્યલ લાઈફ પણ બદલાશે.

► 2021-સપ્ટેમ્બર: રાજયના મુખ્ય સચીવે આ અંગેનો એક રોડમેપ તૈયાર કરવા માટે જણાવ્યું તેના આધારે અહી લીકર પોલીસી બદલી શકાય.

► સરકારે ગઈકાલે કરેલી જાહેરાત હવે અહી શરાબ, બીયર, રેસ્ટોરા કે હોટેલમાં પીરસી શકાશે. જેઓની પાસે લીકર પરમીટ હશે તેમને પણ આ લાભ મળશે. જો કે તે ફકત ગીફટ સીટીમાં રહેતા લોકોને જ માટે આ લાભ છે.

► ગીફટ સીટીમાં હવે શરાબ પી શકાશે. જેમાં રહેણાંકનો પણ સમાવેશ થશે.