ભારત 'india' નામ બદલે તો પાકીસ્તાન દાવો કરી શકે છે

ભારત 'india' નામ બદલે તો પાકીસ્તાન દાવો કરી શકે છે

દેશનું નામ 'ઈન્ડિયા' બદલીને 'ભારત' કરવાની ચર્ચા ચાલુ છે.

ભારતના બંધારણની કલમ ૧માં ભલે બેઉ નામ વાપરવામાં આવે છે, પરંતુ આ મુદ્દો ફરીથી ચર્ચાસ્પદ થયો છે. બંધારણની કલમ ૧માં લખ્યું છે કે, 'ઈન્ડિયા એટલે કે ભારત, જે રાજ્યોનો સમૂહ હશે.' 

 જો ભારત ઈન્ડિયા શબ્દનો ત્યાગ કરશે તો પડોશી દેશ પાકિસ્તાન એ નામ પર દાવો કરી શકે છે. ‘સાઉથ એશિયા ઈન્ડેક્સ’ નામના એક ટ્વિટર હેન્ડલે પાકિસ્તાની મીડિયાનો હવાલો આપીને લખ્યું છે કે, ‘જો ભારત સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સ્તરે પોતાનું ઈન્ડિયા નામ સત્તાવાર રીતે છોડશે તો પાકિસ્તાન ઈન્ડિયા નામ પર દાવો કરી શકે છે. પાકિસ્તાનના રાષ્ટ્રવાદી લોકો છેલ્લા અનેક વર્ષોથી એવો તર્ક રજૂ કરી રહ્યા છે