'પરીક્ષા પે ચર્ચા 2024'માં જોડાવવા માટે રેકોર્ડ રજિસ્ટ્રેશન ! 2 કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી

'પરીક્ષા પે ચર્ચા 2024'માં જોડાવવા માટે રેકોર્ડ રજિસ્ટ્રેશન ! 2 કરોડથી વધુ લોકોએ નોંધણી કરાવી

Mnf network:  ‘પરીક્ષા પે ચર્ચા 2024’ કાર્યક્રમ માટે આ વખતે રેકોર્ડ નોંધણી થઈ છે. પ્રોગ્રામમાં જોડાવા માટે MyGov પોર્ટલ પર 2 કરોડથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેસન કરાવ્યું છે. આ વખતે પીએમ મોદીના ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમની સાતમી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યુ છે ત્યારે આ કાર્યક્રમમાં જોડાવા વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહિત છે તેમજ આ આયોજન દિલ્હીના ભારત મંડપમ, ITPO, પ્રગતિ મદાન ખાતે કરવામાં આવશે.

આ કાર્યક્રમ 29 જાન્યુઆરી 2024ના રોજ સવારે 11 વાગ્યે શરૂ થશે.

શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાશે

કાર્યક્રમના પૂર્વગામી તરીકે, શાળા કક્ષાએ 12 જાન્યુઆરીથી શરૂ કરીને યુવા દિવસ, 23 જાન્યુઆરી, 2024 સુધી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. આમાં મેરેથોન, સંગીત સ્પર્ધા, મીમ સ્પર્ધા વગેરે જેવી ઘણી પ્રવૃત્તિઓનો સમાવેશ થશે આ પ્રવૃતિ વિદ્યાર્થીઓને શાળામાં કરાવવામાં આવશે

23 જાન્યુઆરીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જયંતિ નિમિત્તે દેશભરના 500 જિલ્લામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. વિષયોમાં ચંદ્રયાન, ભારતની રમતગમતની સફળતા વગેરેનો સમાવેશ થશે – તે દર્શાવે છે કે પરીક્ષા કેવી રીતે જીવનની ઉજવણી બની શકે છે.