ખાનગી યુનિવર્સિટી એ સ્થાપના ના બે વર્ષમાં NAAC માન્યતા મેળવવી પડશે

ખાનગી યુનિવર્સિટી એ સ્થાપના ના બે વર્ષમાં NAAC માન્યતા મેળવવી પડશે

Mnf network:ગુજરાત વિધાનસભા ગૃહમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ રાજ્યમાં ખાનગી (પ્રાઇવેટ) યુનિવર્સિટીઓ સ્થાપવાની જોગવાઇ કરવા માટે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી કાયદામાં સુધારા સૂચવતું વિધેયક રજૂ કરાયું હતું. જે બહુમતિથી પસાર થયું હતું.

આ વિધેયક મુજબના સુધારા અમલમાં આવ્યા બાદથી (1) રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં જે તે યુનિવર્સિટીની સ્થાપનાના 5 વર્ષના બદલે હવેથી 2 વર્ષની અંદર નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)ની માન્યતા મેળવવી પડશે.