રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો આજે 5મો દિવસ, જાણો કઈ-કઈ પૂજા થશે?

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનનો આજે 5મો દિવસ, જાણો કઈ-કઈ પૂજા થશે?

રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ લલ્લાના અભિષેક માટે પૂજા અને અનુષ્ઠાન 16 જાન્યુઆરીથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે 20 જાન્યુઆરી શનિવારના રોજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પાંચમો દિવસ છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્વીટ કરીને માહિતી આપી છે કે શનિવારે નિત્ય પૂજા, હવન, પારાયણ વગેરે કરવામાં આવશે. સવારે શર્કરાધિવાસ, ફલાધિવાસ, 81 કલશોમાં સ્થિત વિવિધ ઔષધિયુક્ત જળથી સ્નપન, પ્રસાદનું અધિવાસન, પિંડિકા અધિવાસન, પુષ્પાધિવાસ, સંધ્યા પૂજા અને આરતી થશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે જણાવ્યું છે કે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે કહ્યુ છે કે શુક્રવારે શ્રી રામ પ્રતિષ્ઠા કાર્યના ભાગરૂપે, અરણિમાંથી પ્રગટ અગ્નિની નવકુંડોમાં સ્થાપના કરવામાં આવી હતી. હવન કાર્ય ભવ્ય રીતે કરવામાં આવ્યુ હતુ. જે બાદ વેદપારાયણ અને રામાયણપરાયણ સાંભળવામાં આવ્યું હતું. ત્યાં રામજીની તેમના પરિવાર સહિત સ્થાપના અને પૂજા કરવામાં આવી હતી. સાંજની પૂજા સાથે દિવ્ય આરતી થઈ હતી.