આઈટી ઓડિટ સબમીટ કરવાનો કાલે છેલ્લો દિવસ

આઈટી ઓડિટ સબમીટ કરવાનો કાલે છેલ્લો દિવસ

Mnf network :૩૦ સપ્ટેમ્બર સુધીમાં ઇન્કમટેકસ નું ઓડિટ રિપોર્ટ જો સબમીટ ન થાય તો જે તે કંપનીએ ટર્ન ઓવરના બે ટકા પેનલ્ટી ચૂકવવી પડે છે. અત્યારે ઓડીટ રિપોર્ટ ફાઇલ કરવા માટે ટેકસ પ્રેકિટસનરો ઐંધા માથે કામ કરી રહ્યા છે. આવકવેરા વિભાગમાં હાલ ઓડિટ માટેની કામગીરી પુર બહારમાં ચાલી રહી છે મોટાભાગના ચાર્ટર્ડ એકાઉન્ટસ હાલમાં ઓડિટ રિપોર્ટ સબમિટ કરવામાં લાગી ગયા છે.

ઇન્કમટેકસની વેબસાઈટ પર કયારેક કયારેક ખામીઓની ફરિયાદ વચ્ચે હાલમાં બધું બરાબર ચાલી રહ્યું છે 

આવતીકાલે રિપોર્ટ સબમિટ નો થાય તો કંપનીઓએ ટર્ન ઓવર હોય તેના પર દોઢથી બે ટકા પેનલ્ટી ચૂકવવી પડે છે. લાખો પિયાની પેનલ્ટી થી બચવા માટે કરદાતાઓ અને સી એ દ્રારા રાત ઉજાગરા કરીને પણ ઓડિટ નું કામ પૂં કરવામાં વ્યસ્ત થઈ ગયા છે. કરવેરા સલાહકારે જણાવ્યું હતું કે, જો ઓડિટ રિપોર્ટ સમયસર અપલોડ નહીં થાય તો ૧.૫ લાખની સાથે સાથે ટર્ન ઓવરના અડધો ટકા દડં પણ ભરવો પડશે.