18 થી 21 સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

18 થી 21 સપ્ટેમ્બર સુધી અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

Mnf Network : સુરત, 17 સપ્ટેમ્બર ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે કહ્યું છે કે, 18થી 21 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કેટલાક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

18 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં આગાહી ? 

18 સપ્ટેમ્બરે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડામાં અતિભારે વરસાદની આગાહી છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા,ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ તો નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં યેલો એલર્ટ છે. આ સાથે વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

19 સપ્ટેમ્બરે કયા વિસ્તારોમાં આગાહી ? 

19 સપ્ટેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં રેડ એલર્ટ તો પાટણ, મહેસાણા,ગાંધીનગર, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે. આ સાથે કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા, અમદાવાદ, પંચમહાલમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી છે.

20 સપ્ટેમ્બરે કચ્છ, પાટણ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ તો મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, ગાંધીનગરમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જામનગર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.