Morning Break: ભારત - પાક મેચ માટે 14 હજાર ટિકિટ, કેનેડામાં વિમાન ક્રેશ, ટ્રેનમાં જુગાર, સ્પા માં પોલીસનો સપાટો

Morning Break: ભારત - પાક મેચ માટે 14 હજાર ટિકિટ, કેનેડામાં વિમાન ક્રેશ, ટ્રેનમાં જુગાર, સ્પા માં પોલીસનો સપાટો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : અમદાવાદ પોલીસે 215થી વધુ સ્પામાં કર્યું સર્ચ ઓપરેશન, જાહેરનામાનો ભંગ કરનારા 24 સ્પા સંચાલકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ

BCCI 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન લીગ મેચ માટે બહાર પાડશે 14,000 ટિકિટ

લોકસભા ચૂંટણી પહેલા બદલીના આદેશ, મહેસુલ વિભાગના GAS કેડરના વર્ગ 1ના 69 અધિકારીઓની બદલી

હરિયાણાના પલવલમાં 15 વર્ષની સગીર પુત્રીને રેપ કરીને ગર્ભવતી કરનાર પિતાને કોર્ટે ફટકારી ફાંસીની સજા

વલસાડમાં ટ્રેનમાં જુગાર રમતા ઝડપાયા, 27 હજારથી વધુ રોકડ રકમ અને 5 મોબાઇલ સહિત 50 હજારનો મુદ્દામાલ સ્પેશિયલ મોનિટરિંગ સેલએ કબજે કર્યો

કેનેડામાં એક વિમાન દુર્ઘટનામાં તાલિમ લઇ રહેલા બે ભારતીય પાયલટના મોત નિપજ્યા હતા. પાયલટ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે મુંબઇના રહેવાસી હતા. આ વિમાન દુર્ઘટનામાં કુલ ત્રણ લોકોના મોત નિપજ્યા છે. કેનેડા પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા સ્થિત ચિલિવોકમાં ડબલ એન્જિન વાળુ એક નાનુ વિમાન ક્રેશ થઇ ગયું હતું, જે દરમિયાન ત્રણ લોકો માર્યા ગયા હતા. વિમાનમાં ત્રણ લોકો સવાર હતા જે તમામના મોત નિપજ્યા છે. એરપોર્ટની પાસે જ હોટેલની પાછળ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું.