અંબાજી મંદિરમાં 3 વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદભુત બનશે

અંબાજી મંદિરમાં 3 વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદભુત બનશે

Mnf network : શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠ મા આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે.જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તાર અને આવી રહેલા પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે.

અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અંબાજી મંદિર ખાતે આવીને મીડિયાને માહિતી આપી હતી. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે, જેમાં અન્ય કોરીડોર નીમાફક "જય મા કોરીડોર" પણ અંબાજી ખાતે બનાવાશે.

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યાત્રિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તેને લઈને યાત્રિકોની સંખ્યાને ધ્યાને લઈને લગભગ 2000 કરોડના પ્રોજેક્ટની તૈયારી કરી છે. જેની અંદર અંબાજીનું મુખ્ય મંદિર, ગબ્બર, 51 શક્તિપીઠ અને રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીમાં ઘણી બધી વ્યવસ્થા ગટર, પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે, અંબાજીનું ડેવલપ પ્લાન પણ બની ગયું છે અને મંજૂરી હેઠળ છે. માહિતી મુજબ યાત્રાધામ અંબાજીમાં 6 ટીપી સ્કીમનું આયોજન હાથ ધરાશે. દેશમાં શહેરોનો આંતર રાષ્ટ્રીય કક્ષાનો વિકાસ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક પછી એક શહેરોની પસંદગી કરવા માટે 15માં ફાઇનાન્સ કમિશન હેઠળ ન્યૂ સિટીઝ ઇનિશીએટીવ્ઝ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક ટુરીઝમની થીમ પર અને ગિફ્ટ સિટીને નોન મોટરરાઇડ ટ્રાન્સપોર્ટ તરીકે ડેવલપ કરાશે.