ઊંઝા : નારાયણી સંગમ (મહિલા સંમેલન) કાર્યક્રમમાં ધારાસભ્ય ઊંઘતા કેમેરામાં કેદ થયા !

ઊંઝા : નારાયણી સંગમ (મહિલા સંમેલન) કાર્યક્રમમાં ધારાસભ્ય ઊંઘતા કેમેરામાં કેદ થયા !

ઊંઝા ધારાસભ્ય કે કે પટેલ નારાયણી સંગમ (મહિલા સંમેલન) માટે આયોજિત કાર્યક્રમમાં ઊંઘતા ઝડપાયા... 

કેશવ માધવ સ્મૃતિ સમિતિ દ્વારા આજે ઊંઝા ખાતે આયોજિત કરાયો હતો કાર્યક્રમ... 

મહિલા સંમેલનમાં ચાલુ કાર્યક્રમે ધારાસભ્ય નીંદર માણતા મામલો ચર્ચાસ્પદ બન્યો....

મહિલા સંમેલનમાં સાંસદ મહિલા ભુલાયાં ! 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા ) : કેશવ માધવ સ્મૃતિ સમિતિ મહેસાણા વિભાગ દ્વારા ઊંઝા ખાતે વણાગલા રોડ પર આવેલ સરસ્વતી વિદ્યા મંદિરમાં નારાયણી સંગમ (મહિલા સંમેલન) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 2000 થી વધારે મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં ઊંજાના ધારાસભ્ય કે કે પટેલ પણ ઉપસ્થિત હતા. જોકે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય કે. કે. પટેલ ઊંઘતા કેમેરામાં કેદ થયા હતા.