વિડિયો : રામ રાખે તેને કોણ ચાખે : હેલ્મેટે બાઈક ચાલક નો જીવ બચાવ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સુરતમાં રિંગરોડ ઓવરબ્રિજ પર અલગ જ પ્રકારના અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બાઈક પર ઓવર સ્પીડમાં જઈ રહેલા ચાલક કારને ઓવરટેક કરવા જતાં બ્રિજની પાળી સાથે જોરદાર ટકરાયો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાઈક પરથી ચાલક પટકાતાં બાઈક આપોઆપ 100 ફૂટ સુધી દોડી હતી અને બાદમાં પડી ગઈ હતી. જોકે આ ઘટનામાં બાઈકચાલકનો આબાદ બચાવ થતાં લોકોમાં ચર્ચા ઊઠી છે કે રામ રાખે તેને કોણ ચાખે.