બિહાર : બક્સરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા

બિહાર :  બક્સરમાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના 5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા

બિહારના બક્સર જિલ્લામાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ અકસ્માત રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે થયો હતો. નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ દિલ્હીના આનંદ વિહારથી ગુવાહાટીના કામાખ્યા જઈ રહી હતી.

ઘટનાની માહિતી મળતાં જ DRM દાનાપુરથી ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન બક્સરથી અરાહ તરફ જતી હતી, તે દરમિયાન આ ઘટના બની.ટ્રેન સાથેનો આ અકસ્માત રઘુનાથપુર રેલવે સ્ટેશન પાસે થયો હતો.