Surat: પૂર્ણા નદીમાં પ્લાસ્ટિકનું પાથરણું ધોવા જતા યુવક પાણીમાં ડૂબી જતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

Surat: પૂર્ણા નદીમાં પ્લાસ્ટિકનું પાથરણું ધોવા જતા યુવક પાણીમાં ડૂબી જતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

Mnf network : સુરત જિલ્લાના મહુવા તાલુકાના માછીવાડમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પ્લાસ્ટિકનું પાથરણું ધોવા જતા યુવક પાણીમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઇસરોલી બાવળી ફળિયું પાસે રહેતો 35 વર્ષીય મુકેશભાઈ બુધિયાભાઈ રાઠોડ છેલ્લા ઘણા સમયથી મહુવા ખાતે રહેતો હતો અને છૂટક મજુરી કામ કરતો હતો.

 તે મહુવા માછીવાડ ફળિયામાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પ્લાસ્ટિકનું પાથરણું ધોવા જતા તે નદીના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. 

યુવકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પોલીસે યુવકની લાશને મહુવા સરકારી દવાખાના ખાતે ખસેડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.