Big Breaking: વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું

Big Breaking: વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય સી.જે.ચાવડાએ આપ્યું રાજીનામું

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિજાપુરના MLA સી.જે.ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. આજે સવારે 10:10 વાગ્યે સી.જે.ચાવડાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી સી.જે.ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી. સી.જે.ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે. સી.જે.ચાવડાએ રાજીનામું આપતાની સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોનું સંખ્યાબળ ઘટીને 15 થઇ ગયું છે.