Breaking : ઊંઝા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ, ખેડૂતો ચિંતિત, જુઓ વિડીયો

Breaking : ઊંઝા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ, ખેડૂતો ચિંતિત, જુઓ વિડીયો

બે દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ

વરસાદ સાથે ભારે પવન ના સૂસવાટા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,ઊંઝા : આજના દિવસના અસહ્ય ઉકળાટ બાદ આજે ઊંઝા પંથકમાં મોડી સાંજે રાત્રે સાડા આઠ કલાક આજુબાજુ ગાજવીજ સાથે વરસાદ નું આગમન થયું છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો હતો. ત્યારે આજે મોડી સાંજે એકાએક વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઊંઝા પંથકના કહોડા, જગન્નાથપુરા, કામલી સહિતના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે 8:30 વાગ્યા આજુબાજુ ગાજવીજ સાથે વરસાદ પડયો હોવાના અહેવાલો છે.અત્રે નોંધનીય છે કે થોડા સમય પહેલા વાવાઝોડાના કારણે પણ ઊંઝા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થયો હતો .ત્યારે હાલમાં પણ અસહ્ય ઉકળાટ બાદ ઊંઝા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.જોકે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો બીજી બાજુ ખેડૂતોના જીવ પડીકે બંધાયા હોવાના અહેવાલો છે.

વિડીયો જોવા નીચેની લિંક પર ક્લિક કરો...