ઊંઝા : દિક્ષિતભાઇ પટેલને પ્રમુખ પદેથી રાજીનામું આપવા મજબૂર કરવા પાછળ કોની 'શકુની ચાલ ' ?

ઊંઝા : દિક્ષિતભાઇ પટેલને પ્રમુખ પદેથી રાજીનામું આપવા મજબૂર કરવા પાછળ કોની 'શકુની ચાલ ' ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગર પાલિકા માં પ્રમુખ પદેથી એકાએક દીક્ષિતભાઈ પટેલે રાજીનામું આપતા ઊંઝા ના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે મહત્વની વાત એ છે કે દીક્ષિતભાઈ પટેલે કયા કારણોસર રાજીનામું આપ્યું તેને લઈને હજુ પણ નગરમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. દીક્ષિત ભાઈ ના રાજીનામા આપવા પાછળ કયા ભાજપના નેતાની શકુની ચાલુ હોઈ શકે છે ? આવા અનેક સવાલો હજુ ચર્ચા ની એરણે છે

અત્રે નોંધનીય છે કે ઊંઝા નગરપાલિકામાં જે તે સમયે ભાજપે પોતાના હાથમાંથી સરકી રહેલી સત્તાને બચાવવા માટે છેવટે વિપક્ષ સામે ઘૂંટણીયા ટેકવી દીધા હતા. જો ભાજપના હાથમાંથી સત્તા સરકી જાય તો ધારાસભ્યની પ્રતિષ્ઠા દાવ પર લાગી શકે તેમ હતી. કારણ કે બહુમતી ધરાવતી નગરપાલિકામાં ભાજપના જ કેટલાક નગરસેવકો એ ભાજપ સામે નારાજગી દર્શાવી હતી.

જોકે આ સમગ્ર મામલે જિલ્લા ભાજપ પ્રમુખે આંખ નીચામણા કર્યા હતા. ઊંઝામાં ભાજપ નબળું પડી રહ્યું છે એ વાત જગ જાહેર થઈ હોવા છતાં પણ જિલ્લા ભાજપ પ્રમુખ અને ઊંઝાના ધારાસભ્ય માત્ર અને માત્ર પોતાની મનમાની ચલાવી રહ્યા હતા. જેને કારણે બહુમતી ધરાવતી નગરપાલિકાના કેટલાક નગરસેવકોએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી.જેનો લાભ વિપક્ષે ઉઠાવ્યો અને છેવટે ભાજપે વિપક્ષ સામે ઘૂંટણીયા ટેકવીને સત્તાનો સોદો કરવાનો વારો આવ્યો હતો. જેમાં ભાજપના કેટલાક નેતાઓએ પોતાનો રાજકીય લાભ જોઈને મધ્યસ્થી કરીને શરતી સમાધાન કરાવી લીધું હતું. આ શરતી સમાધાન પાછળ ની 'શકુની ચાલ'  કયા નેતાની હતી તે ખરેખર ચર્ચિત મુદ્દો બની ગયો છે.