શબ્દ ભેદ થી સર્જાયો સવાલ : મતભેદ, મનભેદ કે પછી અહમ ?

શબ્દ ભેદ થી સર્જાયો સવાલ : મતભેદ, મનભેદ કે પછી અહમ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા & સુના સો ચુના ) : મહેસાણા જિલ્લા ભાજપ સંગઠનમાં બધું જ સમસૂતરૂ નહીં ચાલતું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જિલ્લા સાંસદ અને ઊંઝાના ધારાસભ્ય વચ્ચે ક્યાંક ને ક્યાંક મતભેદ કે મન ભેદ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તાજેતરમાં જ ઊંઝા ખાતે યોજાયેલ યશસ્વી બુથ કાર્યકર્તા સન્માન કાર્યક્રમમાં જે બેનરો લગાવવામાં આવ્યા હતા તેમાં સાંસદ શારદા બેન પટેલનો ફોટો મુકવામાં આવ્યો ન હતો.જેને લઈને વિવાદ છેડાયો હતો. 

ત્યારે તાજેતરમાં વડનગર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત યોજાયેલ એક કાર્યક્રમની સોશિયલ મીડિયામાં મુકેલ પોસ્ટને લઈને એકવાર ફરીથી શબ્દ ભેદને કારણે સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે વડનગર ખાતે યોજાયેલ કાર્યક્રમની સાંસદ શારદાબેન પટેલ દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી તેમાં ધારાસભ્ય સહિત સંગઠનના પદાધિકારીઓના નામનો ઉલ્લેખ કરેલો છે. જ્યારે ધારાસભ્ય દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે તેમાં સાંસદના નામનો કે અન્ય સંગઠનના પદાધિકારીઓના નામનો કોઈ ઉલ્લેખ શુદ્ધા જોવા મળતો નથી.

 જોકે પ્રોટોકોલ પ્રમાણે જોવામાં આવે તો સામાન્ય રીતે મોટાભાગના નેતાઓ જ્યારે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકતા હોય છે ત્યારે તેમનાથી ઉચ્ચ હોદ્દા ધરાવતા નેતાઓ કાર્યક્રમમાં હાજર હોય તો સો.મી.પોસ્ટ માં તેમના નામનો ઉલ્લેખ કરતા હોય છે. પરંતુ ધારાસભ્ય દ્વારા મૂકેલી પોસ્ટમાં સાંસદની હાજરી હોવા છતાં એમના નામનો ઉલ્લેખ નથી કરાયો ત્યારે શબ્દ ભેદ ની આ માયાજાળ માં તર્કવિ તર્ક થાય તે સ્વાભાવિક છે.આ શબ્દભેદ ને મતભેદ, મનભેદ કે પછી અહમ સમજવો એ તો વાંચકો જ નક્કી કરશે.