ઊંઝા : રોડ રસ્તાને લઈ લોકો ત્રસ્ત : એસ.ટી.ડેપો રોડના વાયરલ ફોટો મુદ્દે ડેપો મેનેજર નું વિચિત્ર નિવેદન

ઊંઝા : રોડ રસ્તાને લઈ લોકો ત્રસ્ત : એસ.ટી.ડેપો રોડના વાયરલ ફોટો મુદ્દે ડેપો મેનેજર નું વિચિત્ર નિવેદન

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા વિસ્તારમાં ખરાબ રસ્તાઓને લઈને અનેક ફરિયાદો ઉઠી રહી છે. પરંતુ ઊંઝાના 'નિષ્ક્રિય ધારા સભ્ય ' આ બાબતે બિલકુલ આ ખાડા કાન કરીને માત્ર અને માત્ર સત્તાઓના સોગઠા ગોઠવવામાં જ વ્યસ્ત હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ઊંઝા વિધાનસભા વિસ્તારના અનેક ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો વળી તાજેતરમાં ઐઠોર રોડ ના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં રીપેરીંગ કામમાં પણ લાલિયાવાડી હોવાનું બહાર આવ્યું હતું. બીજી બાજુ ઊંઝા વિસનગર રોડ ઉપર દાસજ - વિસનગર ચોકડી પાસે થોડાક દિવસ પહેલા એક બસ રોડમાં ખૂપી ગઈ હતી તો વળી ત્યાં જ ઉમિયા માતાના ગેટ આગળ એક મોટો ભુવો પડ્યો હોવાના ફોટો પણ વાયરલ થયા હતા. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં અનેક ઠેકાણે રસ્તાઓની દુર્દશા ને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ આ બાબતે જવાબદાર પ્રજા પતિનિધિ દુર્લક્ષ સેવતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

તો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ ઊંઝા એસટી ડેપો રોડ ના ફોટો મુદ્દે ડેપો મેનેજર એ જણાવ્યું હતું કે આ રસ્તા ઉબડ ખાબડ ન કહેવાય.આની ઉપર એસ.ટી ફરી શકે છે.આપણે ઘરે સુવા માટે હોય એવા રસ્તા તો ના હોય. ઉબડ ખાબડ એને કહેવાય જેમાં બે પાંચ ઇંચ ના ખાડા પડી ગયા હોય. એસટી ડેપોમાં રહેલા રોડ રીપેર કરવાની જવાબદારી પણ એસટી ડેપો ની હોવાનું મેનેજર એ જણાવ્યું હતું.