ઊંઝા : તાલુકા ભાજપ પ્રમુખ ની નિમણૂક ક્યારે કરાશે ? જિલ્લા ભાજપ પ્રમુખની ઢીલી નીતિ સામે સવાલ

ઊંઝા : તાલુકા ભાજપ પ્રમુખ ની નિમણૂક ક્યારે કરાશે ? જિલ્લા ભાજપ પ્રમુખની ઢીલી નીતિ સામે સવાલ

સમય અગાઉ તાલુકા ભાજપ પ્રમુખ પાસેથી રાજીનામું લઇ લેવાયું હતું

હજુ સુધી નવા તાલુકા ભાજપ પ્રમુખ પદે કોઈની નિમણૂક નહીં કરાતા અનેક તર્ક વીતર્ક

યોગ્ય વ્યક્તિને બદલે ધારાસભ્યના મળતીયાઓને ગોઠવવામાં આવે તેવી આશંકાઓ

પ્રજાલક્ષી કામો કરવાને બદલે ધારાસભ્ય સત્તાના સોગઠા ગોઠવવામાં જ વ્યસ્ત રહેતા હોવાની ચર્ચા

તાલુકા પ્રમુખ પદ માટે યોગ્ય વ્યક્તિની શોધખોળ ચાલુ હોવાનું જિલ્લા પ્રભારીએ જણાવ્યું

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા ભાજપ તાલુકા પ્રમુખ પાસેથી સમય અગાઉ રાજીનામું માંગી લેવામાં આવી છે ત્યારે હાલમાં ઊંઝા તાલુકાભાજપના મહત્વના સુકાની નો પદ ખાલી છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખના મહત્વના પદની જવાબદારી હજુ સુધી કોઈને સોંપવામાં નહીં આવતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમય અગાઉ ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જેને લઈને હાલમાં તાલુકા ભાજપ સંગઠનના સુકાની નું પદ ખાલી છે. પરંતુ હજુ સુધી કોઈને આ જવાબદારી સોંપવામાં આવી નથી. ત્યારે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ભાજપ પ્રભારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રમુખ પદ માટે યોગ્ય વ્યક્તિની શોધખોળ ચાલુ છે. તો બીજી બાજુ જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર દ્વારા આ બાબતે ઢીલી નીતિ અખત્યાર કરવામાં આવતા તેમની કામગીરી સામે અનેક તર્ક વિતરકો શરૂ થયા છે.

બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઊંઝા  વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કે જેઓ તેમની પ્રજાલક્ષી કામગીરીમાં ખૂબ જ નિષ્ફળ રહ્યા છે. જોકે પ્રજાલક્ષી કામ કરવાને બદલે તેઓ સત્તાના સોગઠા ગોઠવવામાં જ વ્યસ્ત છે.ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ પદના સ્થાન ઉપર ધારાસભ્યના મળતિયાની ગોઠવણી કરવામાં આવી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે .બીજી બાજુ ધારાસભ્યની કામગીરીને લઈને આ વિસ્તારના લોકોમાં તેમજ કાર્યક્રોમા પણ છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે. ત્યારે સવાલ એ ચર્ચાઈ રહ્યો છે કે ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખ પદ નું સુકાન યોગ્ય વ્યક્તિને સોંપવામાં આવશે કે પછી ધારાસભ્યના મળતીયાઓને ગોઠવી દેવાશે ?