ઊંઝા ના ધારાસભ્યએ કર્યું એવું કામ કે સમગ્ર ગુજરાતમાં બન્યા હાંસીપાત્ર !

ઊંઝા ના ધારાસભ્યએ કર્યું એવું કામ કે સમગ્ર ગુજરાતમાં બન્યા હાંસીપાત્ર !

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : 2022 માં વિધાનસભાની ચૂંટણીઓમાં મોદી લહેરને કારણે વિજેતા બનેલા ઊંઝા ના 'નિષ્ક્રિય ધારાસભ્ય ' એ ગઈકાલે વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન એવો પ્રશ્ન પૂછી લીધો કે જેને લઈને સમગ્ર ગુજરાતમાં તેઓ હાંસીપાત્ર બન્યા છે અને લોકો તેમની ઠિઠડી ઉડાવી રહ્યા છે.

મીડિયા અહેવાલો મુજબ,વિધાનસભા ગૃહમાં ખાસ કરીને શાસક પક્ષના ધારાસભ્યો એવા સવાલ પૂછી રહ્યા છે કે ધારાસભ્યો તેમના મત વિસ્તારથીય પરિચિત નથી. વિધાનસભામાં પ્રશ્નોતરી વખતે ઉંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે એવો સવાલ પૂછયો કે, ઉંઝા એપીએમસીમાં કયા કયા ખેતપેદાશો વેચાણ માટે આવે છે ? હવે સવાલ એ ઉઠ્યો કે, ઉંઝાના ધારાસભ્યને ઉંઝા એપીએમસી માં શું વેચાય છે તેની પણ ખબર નહીં હોય ?

બીજી બાજુ લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે ધારાસભ્યને પોતાના વિસ્તારમાં આવેલી એશિયાની સૌથી મોટી એપીએમસીમાં શું વેચાય છે ? કઈ ખેત પેદાશો વેચાય છે ?તેની ખબર નહીં હોય તો પછી લોકોના પ્રશ્નો અને વિસ્તારની સમસ્યાઓ વિશે શું ખબર રાખતા હશે ? લોકો એવી પણ વાતો કરવા લાગ્યા છે કે ભાજપમાં આવા મૂર્ખ ધારાસભ્યોને કયા માપદંડના આધારે ટિકિટ આપવામાં આવી હશે ? પ્રધાનમંત્રી મોદીનું વતન વડનગર પણ ઊંઝા વિધાનસભામાં આવે છે ત્યારે ધારાસભ્યએ પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરીને માત્ર પ્રધાનમંત્રી ના વિસ્તારને જ નહીં પરંતુ સમગ્ર ભાજપની પ્રતિષ્ઠા ઉપર ધબ્બો લગાવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે !

તો બીજી બાજુ ચર્ચાતી વિગતો મુજબ ભાજપના નેતાના ઇશારે ભાજપ શાસિત ઊંઝા એપીએમસી ને બદનામ કરવાના પણ પ્રયત્નો થઈ રહ્યા હોવાનું ચર્ચાય છે, એટલું જ નહિ ગૃહમાં પ્રશ્ન પૂછીને પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરનાર ધારાસભ્યના ઇશારે એપીએમસી માં સત્તા મેળવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે. જો કે ધારાસભ્ય અને તેમના માનીતાઓ દ્વારા મંડળીઓ બનાવવા માટેના અને મંડળીઓને પોતાના પક્ષમાં કરવા માટેના પેતરા રચાઈ રહ્યા હોવાની ચર્ચાઓ પણ હવે થવા લાગી છે.