ઊંઝા : મામલતદાર કચેરીની આ મહત્વની સુવિધામાં લાલિયાવાડી થી અરજદારો પરેશાન : ઉગ્ર રોષ

ઊંઝા : મામલતદાર કચેરીની આ મહત્વની સુવિધામાં લાલિયાવાડી થી અરજદારો પરેશાન  :  ઉગ્ર રોષ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા મામલતદાર કચેરી ખાતે સ્ટેમ્પ પેપરને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાની બુમરાડ ઉઠવા પામી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ઊંઝા મામલતદાર કચેરીમાં સ્ટેમ્પ પેપર સરળતાથી પ્રાપ્ત થતા નથી. લોકોને સ્ટેમ્પ પેપર મેળવવા માટે જાણે અભિમન્યુની જેમ સાત કોઠા ભેદવા પડતા હોય તેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઊંઝા તાલુકા મથક હોવાને પરિણામે સમગ્ર તાલુકાના લોકો અહીં પોતાના સરકારી કામકાજ માટે આવતા હોય છે અને અનેક સરકારી કામકાજોમાં સ્ટેમ્પ પેપરની જરૂરિયાત રહેતી હોય છે.ત્યારે લોકો સ્ટેમ્પ પેપર મેળવવા આવે ત્યારે સરળતાથી ઊંઝા મામલતદાર કચેરીમાંથી સ્ટેમ્પ પેપર નહીં મળતા હોવાની બુમરાળો ઊઠી છે ત્યારે આ દિશામાં નક્કર પગલા ભરવામાં આવે તેવી લોક માંગ છે.