ઊંઝા : ધારાસભ્યની ગેરહાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન ગામ લોકોએ સ્થાનિક નેતાઓ સામે ઠાલવ્યો આક્રોશ ! જાણો સમગ્ર ઘટના

ઊંઝા : ધારાસભ્યની ગેરહાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન ગામ લોકોએ સ્થાનિક નેતાઓ સામે ઠાલવ્યો આક્રોશ ! જાણો સમગ્ર ઘટના

વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન ગામલોકો એ ઠાલવ્યો આક્રોશ

સ્થાનિક પ્રશ્નો નું સમાધાન કરવા કરી ઉગ્ર રજૂઆત

રોડ રસ્તા અને ખેડૂતો ના પ્રશ્નો મુદ્દે થઈ હતી રજૂઆત

ધારાસભ્ય ની ગેર હાજરી !

ગામલોકોએ સ્થાનિક નેતાઓ સામે ઠાલવ્યો આક્રોશ

જવાબ આપતી વખતે નેતાજી થઈ ગયા લાલઘૂમ

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : ઊંઝા તાલુકાના સુણક ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમ્યાન ગામ લોકોએ પોતાના સ્થાનિક પ્રશ્નોનો નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો હતો જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ઊંઝા તાલુકાના સુણક ગામે પહોંચેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રા સાથે આવેલા ભાજપના નેતાઓ સામે ગામ લોકોએ પોતાના સ્થાનિક પ્રશ્નોનું સમાધાન નહીં થતા નેતાઓ સામે આક્રોશ ચાલ્યો હતો.જેમાં ખાસ કરીને ગામ લોકોએ મકતુપુર સુણક રોડ મુદ્દે આક્રોશ પૂર્વક રજૂઆત કરી હતી.

બીજી તરફ ગામમાં આંગણવાડીના મકાન મુદ્દે પણ ગામ લોકોએ ઉગ્ર રજૂઆતો કરી હતી. ઉપરાંત સુણક - ટુંડાવ વચ્ચે કાચા માર્ગની પાકો બનાવવા માટેની પણ રજૂઆતો થઈ હતી. અત્રે નોંધનીય છે કે આ યાત્રા સાથે ઊંઝા ના ધારાસભ્યની ગેરહાજરી જોવા મળી હતી. જેથી ગ્રામ લોકોએ પોતાના પ્રશ્નોને લઈ સ્થાનિક નેતાઓ સામે ભારે આક્રોશ ઠાલવ્યો હતો.