પહેલીવાર બબ્બે એડિશનલ એડ્વોકેટ જનરલની નિમણૂક

પહેલીવાર બબ્બે એડિશનલ એડ્વોકેટ જનરલની નિમણૂક

ગવર્મેન્ટ પ્લીડર મનીષા લવકુમાર, પબ્લિક પ્રોસિક્યુટર મિતેશ અમીનની નિયુક્તિ

સપ્ટેમ્બર 2019થી એડિ. એડ્વોકેટ જનરલની જગ્યા ખાલી પડેલી હતી

ગુજરાતમાં પહેલીવાર મહિલા AAG, ભારતમાં પ્રથમવખત કોઈ હાઈકોર્ટમાં બે AAG

Mnf network: ગુજરાત હાઇકોર્ટના ગવર્મેન્ટ પ્લીડર સુશ્રી મનીષા લવકુમાર શાહ અને પબ્લિક પ્રોસિક્યૂટર મીતેશ અમીનને રાજ્ય સરકારે બહુ મહત્ત્વના પદ પર બઢતી આપી તેમની ગુજરાત હાઇકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સત્તાવાર નિમણૂંક કરી છે.

રાજયના કાયદા વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર જાહેરનામું જારી કરી ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર એકસાથે એડિશનલ એડવોકેટ જનરલની બે પોસ્ટ ઉભી કરી તેની પર મનીષા લવકુમાર શાહ અને મીતેશ અમીનને નિયુક્ત કર્યા છે. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મહિલાને સ્થાન મળ્યું છે અને મનીષા લવકુમાર શાહ રાજયના સૌપ્રથમ મહિલા એડિશનલ એડવોકેટ જનરલ બન્યા છે. ગુજરાત હાઇકોર્ટના ઇતિહાસમાં સૌપ્રથમવાર બે એડિશનલ એડવોકેટ જનરલ નીમવામાં આવ્યા છે.

 સપ્ટેમ્બર-2019માં એડિશનલ એડવોકેટ જનરલ પદેથી પ્રકાશ જાનીએ રાજીનામું આપ્યા બાદ આ મહત્ત્વનો હોદ્દો ખાલી હતો, આખરે સરકારે એડિશનલ એડવોકેટ જનરલના અગત્યના હોદ્દા માટે હાલના ગર્વમેન્ટ પ્લીડર મનીષા લવકુમાર શાહ અને પબ્લિક પ્રોસિક્યૂટર મીતેશ અમીનને બઢતી આપીને બંનેને એડિશનલ એડવોકેટ જનરલ તરીકે નિયુકત કર્યા હતા. મનીષા લવકુમાર શાહ સિનિયર એડવોકેટ છે અને છેલ્લા 30 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં છે. તેઓ 2015માં ગુજરાત હાઇકોર્ટના ગર્વમેન્ટ પ્લીડર તરીકે નિયુકત થયા હતા. તેઓ હાઇકોર્ટમાં રાજય સરકારના મદદનીશ સરકારી વકીલ અને અધિક સરકારી વકીલ તરીકે તેમ જ કેન્દ્ર સરકારના સ્ટેન્ડીંગ કાઉન્સેલ અને કસ્ટમ વિભાગના કાઉન્સેલ તરીકે પણ સેવાઓ આપી ચૂકયા છે. હવે તેઓ ગુજરાત હાઇકોર્ટના અને રાજયના પ્રથમ મહિલા એડિશનલ એડવોકેટ જનરલ બન્યા છે. આ જ પ્રકારે મીતેશ અમીન પણ વરિષ્ઠ વકીલ તરીકેની નામના ધરાવે છે