ઊંઝા : કાર્યકારી પ્રમુખે ચાર્જ લેતાં જ બુમરાડો શરૂ : પાણી પાણી ના પોકાર પડ્યા !

ઊંઝા : કાર્યકારી પ્રમુખે ચાર્જ લેતાં જ બુમરાડો શરૂ : પાણી પાણી ના પોકાર પડ્યા !

ઉપપ્રમુખે કાર્યકારી પ્રમુખ નો ચાર્જ સંભાળતા જ નગરમાં બુમરાડો શરૂ

કાર્યકારી પ્રમુખે જે દિવસે ચાર્જ સંભાળ્યો તે દિવસ જ પાણીના વેડફાટની સમસ્યા જોવા મળી

દાતરડી પાસેના ઓવરહેડ ટાંકી નો વાલ્વ બગડી જતા પાણીની બુમ રાડો

48 કલાક જેટલો સમય વિતવા છતાં પણ પાલિકા ગોકળ ગાય ગતિમાં

ધરાઈનું પાણી અનિયમિત

વોર્ડ નંબર 4,5 અને 9 ના રહીશોના પાણી માટે વલખાં

દીક્ષિત ભાઈ ના કાર્યકાળમાં સમસ્યાઓ તાત્કાલિક  ઉકેલાતી હતી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : ઊંઝા નગરપાલિકામાં પ્રમુખ પદેથી દીક્ષિતભાઈ પટેલે એકાએક રાજીનામું આપતા હાલમાં પાલિકાના ઉપ-પ્રમુખને કાર્યકારી પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં અનેક પ્રકારની બુમરાડો શરૂ થઈ ગઈ હતી. જેમાં ખાસ કરીને કાર્યકારી પ્રમુખે જે દિવસે ચાર્જ લીધો તે જ દિવસે પાણીના વેડફાટ ની સમસ્યા સામે આવી હતી. તો વળી હાલમાં દાતરડી પાસેની ઓવરહેડ પાણીની ટાંકી નો વાલ્વ બગડી જતા ઊંઝાના વોર્ડ નંબર-૪, ૫ અને ૯ માં પાણીની બૂમરાડો ઉઠી હતી.

ઊંઝા શહેરના દાંતરડી પાસેની ઓવરહેડ પાણીની ટાંકીનો વાલ્વ બગડી ગયો હતો. જેના કારણે શહેરના ત્રણ વોર્ડમાં રહીશો પાણી માટે વલખાં મારી રહ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થયા હતા. પાણીના પોકાર ઉઠતાં પાલિકા વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી હતી.ઊંઝા પાલિકા પ્રમુખે અચાનક રાજીનામુ ધરી દેતા નધણીયાતી પાલિકાનું વહીવટી તંત્ર હાલમાં કાર્યકારી પ્રમુખનાં હાથમાં છે. એવામાં વોર્ડ ૪, વોર્ડ ૯ અને વોર્ડ પ માં છેલ્લા ત્રણ દિવસથી અંદાજિત ૨ હજારથી વધુ રહેવાસીઓ પીવાના પાણી માટે  હવાતિયાં મારી રહ્યાં હતાં.