સાહેબ ! હવે તો જાગો ! યાત્રાધામ ઐઠોર પાસે ઊંઝા - વિસનગર રોડ ની આ દુર્દશા ક્યારે સુધરશે ?

સાહેબ ! હવે તો જાગો ! યાત્રાધામ ઐઠોર પાસે ઊંઝા - વિસનગર રોડ ની આ દુર્દશા ક્યારે સુધરશે ?

ઊંઝા અને કેબિનેટ મંત્રી ના વિસનગર ને જોડતા રોડ ની દુર્દશા

મત મેળવી જીત પ્રાપ્ત થતાં પ્રજાની મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કરનારા નેતાઓ સામે લોકોમાં આક્રોશ

રોડ પર મોટા અકસ્માતની સંભાવના 

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( દિખા સો લિખા & સુના સો ચુના ) : ઊંઝા વિધાનસભા વિસ્તારમાં લોકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. પરંતુ મત મેળવીને સત્તા મેળવ્યા બાદ લોકોની સમસ્યાઓ તરફ ધ્યાન આપનારું કદાચ કોઈ જ નથી એમ કહેવામાં પણ કોઈ અતિશયોક્તિ નહીં હોય ! ઊંઝા તાલુકામાં પણ રોડ રસ્તા ના પ્રશ્ન ને લઇ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ માત્ર રાજકીય કાર્યક્રમને પ્રાધાન્ય આપનાર ઊંઝા ના ધારાસભ્ય પાસે પોતાની જનતાની સમસ્યાઓ તરફ ધ્યાન આપવાનો સમય જ ક્યાં છે ?

માત્ર ઊંઝા કે ઉત્તર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત એવા ધાર્મિક આસ્થાના પ્રતીકસમા વિઘ્નહર્તા ગણેશજીના યાત્રાધામ ઐઠોર પાસે મેઈન રસ્તાની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં હોવાનું જાણવા મળ્યું છે. ઊંઝા વિસનગર ને જોડતા હાઇવે પર આવેલ ઐઠોર ગામ એ ગણપતિ દાદા નું ખૂબ જ પુરાણું યાત્રાધામ છે.

અહીં અનેક ભક્તો દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ઐઠોર ઊંઝા રોડ પર કેવલેશ્વરથી શિવરામકાકાના બોર વચ્ચેની જગ્યાના રોડ પરની હાલત ખૂબજ દયનીય છે. તંત્ર કદાચ મોટો અકસ્માત થવાની રાહ જોઈને બેઠું હોય તેવું અહીંથી પસાર થતાં ચાલકો માની રહ્યા છે. બીજી બાજુ પોતાના મતવિસ્તારની દેખરેખ રાખવાની જવાબદારી જેમના શિરે છે તે પ્રજાપતિનિધિ પણ કોણ જાણે કેમ આટલા બેખબર કેવી રીતે હોઈ શકે છે.? તાત્કાલિક આ રોડનું સમારકામ કરાવવામાં આવે નહીં તો ભવિષ્યમાં મોટો અકસ્માત થવાની સંભાવનાને નકારી શકાય તેમ નથી.