ઊંઝા : ધારાસભ્યની નબળી કામગીરી સામે છૂપો રોષ : ક્યાં સુધી લોકો સહન કરતા રહેશે ?

ઊંઝા : ધારાસભ્યની નબળી કામગીરી સામે છૂપો રોષ : ક્યાં સુધી લોકો સહન કરતા રહેશે ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : ઊંઝા વિધાનસભા વિસ્તારમાં લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપીને જીત અપાવી હતી. પરંતુ લોકોના મત મેળવીને ધારાસભ્ય બન્યા બાદ ધારાસભ્ય પોતાની ફરજો અને મતદારો અને મતવિસ્તાર પ્રત્યેની ફરજો ને લઈ બિલકુલ બેદરકાર હોવાના અનેક કિસ્સાઓ અવારનવાર સમાચાર માધ્યમોમાં આવતા રહે છે.જોકે ક્યાંક ને ક્યાંક નગરજનોને ભાજપને મત આપ્યા પછી પસ્તાવાનો વારો આવ્યો હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે

સામાન્ય રીતે શહેરમાં અને પોતાના મતવિસ્તારમાં શું ચાલી રહ્યું છે તેને લઈને ધારાસભ્ય વાકેફ હોવા જોઈએ પરંતુ ધારાસભ્ય ઊંઝામાં સંપૂર્ણ સમય માટે સ્થાયી ન રહેવાને કારણે પણ તેઓ પોતાના મત વિસ્તારની સાચી પરિસ્થિતિથી વાકેફ રહી શકતા નથી. તો બીજી બાજુ તેમના કાર્યાલય નો વહીવટ કરનારા લોકો માત્ર અને માત્ર પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓને સંતોષવા માટે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યને વિસ્તારની સંપૂર્ણ માહિતીથી વાકેફ કરવામાં પાછી પાની રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ઊંઝા શહેરની સૌથી મહત્વની ગણાતી ઊંઝા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓને સુવિધા માટે લીફટની વ્યવસ્થા કરાઇ છે. આ હોસ્પિટલ ત્રણ માળની છે. નવાઈ વાત તો એ છે કે ત્રીજા માળે કસરત સેન્ટર બનાવાયું છે. ઇજાગ્રસ્ત દર્દીઓને કસરત સેન્ટરમાં જવા માટે લીફટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

પરંતુ છેલ્લા ત્રણ દિવસથી લીફ્ટ બંધ થતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્રીજા માળે કસરત વિભાગ આવેલ હોવાથી મોટાભાગે ન ચાલી શકતા અને ન ઇજાગ્રસ્ત લોકો સારવાર માટે આવતાં હોય છે ત્યારે જ લીફ્ટ બંધ થઈ જતાં દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. કે સત્વરે લીફ્ટ રિપેર કરવામાં આવે તેવી દર્દીઓની માંગ છે.