Election 2022 : ગુજરાતમાં 2002 થી 2017 સુધીના ચૂંટણી પરિણામોનો આ સર્વે કોના માટે ખતરાની ઘંટી ? ભાજપને કોણ કરી શકે છે નુકશાન, AAP કે કોંગ્રેસ ?

Election 2022 : ગુજરાતમાં 2002 થી 2017 સુધીના ચૂંટણી પરિણામોનો આ સર્વે કોના માટે ખતરાની ઘંટી ? ભાજપને કોણ કરી શકે છે નુકશાન, AAP કે કોંગ્રેસ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) : રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકછે. જે પૈકી હાલની સ્થિતિ પ્રમાણે ભાજપ પાસે 111 બેઠક છે. કોંગ્રેસ પાસે 62, બીટીપી પાસે 02, એનસીપી પાસે એક બેઠક છે.  હાઈકોર્ટના આદેશના કારણે ચૂંટણી એક બેઠક પર ચૂંટણી રદ થઈ છે. તો વળી વિધાનસભામાં ચાર બેઠક ખાલી છે.  વિધાનસભામાં ભાજપ પાસે બહુમતી છે. જેની સામે કોંગ્રેસ પાસે 62 બેઠક છે.

આ વખતે 2022 માં ગુજરાતમાં ત્રિ પંખીઓ જંગ જામી રહ્યો છે ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સાયલેંટ મોડમાં દેખાઈ રહ્યું છે તો બીજી બાજુ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી લડાયું હોય તેવું લાગી રહ્યું છે. જોકે બીજી બાજુ એવું માનવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ ની વોટબેંક તૂટી શકે છે જ્યારે ભાજપને કોઈ મોટું નુકસાન થાય એવું દેખાઈ રહ્યું નથી પરંતુ જો 2002 થી લઈને 2017 સુધીની ચૂંટણીના પરિણામો જોઈએ તો ક્યાંક ને ક્યાંક ભાજપની સીટો ઘટી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે ખરેખર ભાજપ માટે ચિંતાનો વિષય ગણી શકાય

ગુજરાતમાં ભાજપ ભલે વિકાસ અને જીતનો મોટો દાવો કરે પરંતુ મળતા આંકડા પ્રમાણે ભાજપની બેઠક 2002 બાદ સતત ઘટી છે. 2002માં ભાજપને 182 પૈકી 127 બેઠક મળી હતી. જે બાદ 2007ની ચૂંટણીમાં ભાજપને 117 બેઠક મળી હતી. 2012ની ચૂંટણીમાં ભાજપને 115 અને 2017ની ભાજપ 100ની અંદર આવી ગયુ હતુ. 2017ની ચૂંટણીમાં ભાજપને  માત્ર 99 બેઠક મળી હતી. કોંગ્રેસને 1998માં 53 બેઠક મળી હતી. જેની સરખામણીમાં કોંગ્રેસને 2017માં 77 બેઠક મળી હતી. એટલે કે રાજ્યમાં કોંગ્રેસ મજબૂત થઈ અને ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને તોડીને ખોખલી થઈ હોવાની આક્ષેપ કરવામાં આવ્યા છે. 2007ની ચૂંટણીમાં કોંગ્રેસને 59 બેઠક મળી હતી. જે 2012માં વધીને 61 થઈ હતી.

તો બીજી બાજુ 2017ની ચૂંટણીમાં ભાજપ 50 ટકા મત સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો.  ભાજપ બાદ કોંગ્રેસ બીજો સૌથી મોટો પક્ષ બન્યો હતો. કોંગ્રેસને 42.02 ટકા મત મળ્યા હતા. બીટીપીને 0.8 ટકા, એનસીપી 06 ટકા, અન્યને 4.4 ટકા મળ્યા હતા. આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે. ભાજપ ભલે જીતના દાવાઓ કરતો પણ આ વખતે સ્થિતિ બદલાશે. 2017માં ભાજપને 50 ટકા વોટશેર સાથે 99 બેઠકો મળી હતી. આ ચૂંટણીમાં ભાજપનો લક્ષ્યાંક 135થી 140 સીટનો છે પણ કોંગ્રેસ અને આપની રણનીતિ ભાજપને ભારે પડી શકે છે. છેલ્લી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એટલે કે 2017 માં કોંગ્રેસે જબરદસ્ત લડત આપી હતી ભાજપને અને ભાજપના પરિણામોને બે આંકડામાં લાવી દીધા હતા પણ એ પણ એટલી સાચી વાત છે કે જીત તો જીત છે, ભાજપ ૯૯માં સમેટાયું પણ જીત મેળવી હતી. ભાજપ ભલે 100નો આંકડો પર કરી ન શક્યું પણ આજે ભાજપ પાસે 112 ધારાસભ્યો છે. જનતાએ સતત પક્ષપલટાની મોસમ જ જોઇ છે. કોંગ્રેસના નેતાઓ વાર તહેવારે નારાજ થયા કરે છે અને ભાજપમાં રાજી રાજી જોડાતા રહે છે. આજે એમની સ્થિતિ બધાની નજરો સામે છે.