આરોગ્ય મંત્રીના હોમ ટાઉન માં જ લાલિયા વાડી: મંત્રીજીના આરોગ્ય વિભાગની ખુલી પોલ

આરોગ્ય મંત્રીના હોમ ટાઉન માં જ લાલિયા વાડી: મંત્રીજીના આરોગ્ય વિભાગની ખુલી  પોલ

આરોગ્ય મંત્રી નું હોમ ટાઉન છે મહેસાણા

શહેરમાં ડેન્ગ્યુ ના કેસોમાં સતત વધારો

ઉચ્ચ અધિકારી નો  ડેન્ગ્યુ રિપોર્ટ પોઝિટિવ આવતા રજા પર ઉતરી ગયા

આરોગ્ય વિભાગની લાલિયા વાડી

મોર્નિંગ ન્યુઝ ફોકસ, મહેસાણા : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નું હોમ ટાઉન મહેસાણા જ હવે ડેન્ગ્યુના ભરડામાં આવી ગયું છે ત્યારે ગુજરાતના અન્ય વિસ્તારોની તો વાત જ શું કરવી ? આરોગ્ય મંત્રીની નબળી કામગીરીને કારણે આરોગ્યતંત્રમાં લાલિયા વાડીના અનેક નમૂનાઓ બહાર આવી રહ્યા છે.

મહેસાણા શહેર સહિત જિલ્લામાં લાખોના ખર્ચે ડ્રોનથી મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો શોધીને દવા છાંટી નાશ કરવાના તંત્રના દાવા વચ્ચે જિલ્લાની સૌથી મોટી મહેસાણા સિવિલ હોસ્પિટલમાં એકલા સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના 58 કેસ નોંધાયાં છે. તો ઓક્ટોબરના પહેલા બે દિવસમાં 8 કેસ પોઝિટિવ સામે આવ્યાં છે. મંગળવારે જિલ્લાના એક ઉચ્ચ અધિકારીને ડેન્ગ્યુનો પોઝિટિવ રિપોર્ટ આવતાં રજા ઉપર ઉતર્યા હતા. ડેન્ગ્યુના વધી રહેલા આ કેસોએ આરોગ્ય તંત્રની પોલ ખોલી નાખી છે

જો કે  સિવિલમાં જ ગયા સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુના 58 પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. જ્યારે ઓક્ટોબર મહિનાની શરૂઆતના બે દિવસમાં સિવિલ દ્વારા લેવાયેલા 35 સેમ્પલ પૈકી 8 વ્યક્તિનો ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના એક ઉચ્ચ અધિકારીનો પણ મંગળવારે ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવતાં તેઓ રજા ઉપર ઉતરી ગયા હતા. સિવિલ તંત્રની વાત માનીએ તો, એક મહિનામાં નોંધાયેલા 58 કેસ પૈકી 90% કેસ શહેરી વિસ્તારના છે.