સુરત : તાપી નદી બંને કાઠે : નજારો જોવા લોકો બ્રિજ પર ઉમટ્યા

સુરત : તાપી નદી બંને કાઠે : નજારો જોવા લોકો બ્રિજ પર ઉમટ્યા

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : સુરતમાં હાલમાં તાપી નદી બંને કાંઠે વહી રહી છે. ઉકાઈ ડેમમાંથી આશરે 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે બંને છેડે તાપી નદી વહેતી થતાં નદી પર આવેલા બ્રિજ ઉપર લોકો પોતાના વાહનો થોભાવીને પાણીનો નજારો જોવા માટે ઉમટ્યા હતા.

સુરતમાં તાપી નદીમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક થઇ છે. વિયરકમ કોઝવેની સપાટી 10.80 મીટર પર પહોંચી છે. તથા વિયરકમ કોઝવેની રૂલ લેવલ સપાટી 6 મીટર તથા ઉકાઈ ડેમની સપાટી પણ 342.86 ફૂટ પહોંચી છે. ઉકાઈ ડેમની રૂલ લેવલ સપાટી 345 ફૂટ છે. તથા ઉકાઈ ડેમમાં 5.34 લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે.