રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડી નુ શુ કરવુ?

રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડી નુ શુ કરવુ?

મો.ન્યુ.ફો.નેટવર્ક : રાખડીનો તહેવાર પૂરો થયા પછી ઘણા લોકો તેને ઉતારીને ફેંકી દે છે, પરંતુ આવું કરવું યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્રનું માનવું છે કે આવું કરવાથી ભાઈ-બહેનના સંબંધો પર ખરાબ અસર પડે છે. 

બહેન દ્વારા ભાઈના કાંડા પર બાંધેલી રાખડી એક રક્ષા સૂત્ર છે, એવું માનવામાં આવે છે કે રાખી દરેક પરિસ્થિતિમાં ભાઈની રક્ષા કરે છે.

ઘણા લોકો રાખડી ઉતારતી વખતે તોડી નાખે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. રાખડીને કાંડામાંથી બરાબર કાઢી લેવી જોઈએ અને ત્યારબાદ આખી રાખડીને લાલ કપડામાં બાંધીને એવી જગ્યાએ રાખો જ્યાં ભાઈ-બહેન સાથે જોડાયેલી વસ્તુઓ રાખવામાં આવે છે.

લાલ કપડામાં બાંધેલી આ રાખડી આવતા વર્ષે રક્ષાબંધન પર વહેતા પાણીમાં તરતી મુકવામાં આવે છે. આવું કરવાથી ભાઈ-બહેનનો સંબંધ જ મજબૂત બને છે.

હિંદુ માન્યતાઓ અનુસાર, તૂટેલી રાખડીને ઝાડ પર બાંધી દેવાથી કે વહેતા પાણીમાં પઘરાવી દેવાથી ભાઈ-બહેનના સંબંધોમાં પ્રેમ અને મધુરતા આવે છે.